રેન્જ રોવર સર્વિસ વિવાદ: ગ્રાહકે કાર બળદ પાછળ બાંધી

રેન્જ રોવર સર્વિસ વિવાદ: ગ્રાહકે કાર બળદ પાછળ બાંધી

રાજકોટ: ₹2 કરોડની રેન્જ રોવર બળદ પાછળ બાંધી શોરૂમ લઈ ગયા

રાજકોટ: રાજકોટ શહેરમાં એક એવી અનોખી અને વિરલ ઘટના સામે આવી છે, જેણે મોંઘાદાટ લક્ઝરી વાહનોની સર્વિસની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. શહેરના ગ્રાહક વસીમ ખોખર નામના યુવાને પોતાની ₹2 કરોડની કિંમતની રેન્જ રોવર કારમાં વારંવાર સર્જાતી ટેક્નિકલ ખામીઓ અને શોરૂમ તરફથી મળતી નબળી સર્વિસથી કંટાળીને અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો.

વસીમ ખોખરે જણાવ્યું કે, આટલી મોંઘી કાર હોવા છતાં તેની સર્વિસ બરાબર નથી મળતી. કારમાં વારંવાર ખામી સર્જાતી હતી, જે અંગે તેમણે શોરૂમમાં અનેક વખત રજૂઆતો કરી હતી, પરંતુ તંત્ર દ્વારા માત્ર ખોટા વાયદાઓ અને ટાઈમ આપવામાં આવ્યો હતો. કોઈ સંતોષકારક ઉકેલ ન મળતાં, ગ્રાહકે આખરે આ ક્રાંતિકારી પગલું ભર્યું.

તેમણે પોતાની લાખો રૂપિયાની રેન્જ રોવર કારને બળદગાડા પાછળ બાંધીને સીધી શોરૂમ સુધી ખેંચી હતી. કાર પર એક મોટું પોસ્ટર પણ લગાવવામાં આવ્યું હતું, જેમાં લખ્યું હતું: ના લેતા ના લેતા… રેન્જ રોવર ના લેતા… સર્વિસ નથી આપતા… ખોટા ટાઈમ અને ખોટા વાયદા આપે છે.”

આ અનોખા વિરોધના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યા હતા. લોકો સોશિયલ મીડિયા પર ગ્રાહકના હક્કોની રક્ષા કરવા માટે શોરૂમો વધુ જવાબદાર બનવા જોઈએ તેવી માંગણીઓ કરી રહ્યા છે. આ ઘટનાએ મોંઘી કાર ખરીદ્યા બાદ સર્વિસને લઈને ગ્રાહકોને થતી મુશ્કેલીઓનો અરીસો રજૂ કર્યો છે.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )