અંબાલાલ પટેલની આગાહી: ડિસેમ્બરમાં ફરી માવઠાનું સંકટ

અંબાલાલ પટેલની આગાહી: ડિસેમ્બરમાં ફરી માવઠાનું સંકટ

અંબાલાલ પટેલની આગાહી: ડિસેમ્બરમાં માવઠું અને જાન્યુઆરીમાં ઠંડી

રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે અંબાલાલ પટેલની આગાહી એ ખેડૂતોના જીવ તાળવે ચોંટાડી દીધા છે. આગાહી પ્રમાણે, અરબ સાગરના ભેજને કારણે આગામી 6થી 10 ડિસેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવશે અને આકાશ વાદળછાયું રહેશે.

વાત માત્ર વાદળો પૂરતી નથી, પરંતુ 18 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં, ખાસ કરીને પર્વતીય પટ્ટામાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. એક મહિના પહેલા જ પડેલા વરસાદે ખેડૂતોનો પાક ધોઈ નાખ્યો હતો, જેના કારણે બજારમાં શાકભાજી પણ મોંઘી થઈ છે. હવે જો ફરી માવઠું પડશે તો ખેડૂતોને આર્થિક રીતે કમરતોડ ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે.

બીજી તરફ શિયાળાની વાત કરીએ તો, ડિસેમ્બરના ત્રીજા સપ્તાહથી ઠંડીનું જોર પકડાશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 10થી 12 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે. ત્યારબાદ 24-25 જાન્યુઆરીથી વિષમ હવામાન જોવા મળશે, જેની અસર ફેબ્રુઆરી અને માર્ચ મહિના સુધી જોવા મળી શકે છે. ટૂંકમાં, આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે જેને લઈને ખેડૂતોએ સાવચેત રહેવાની જરૂર છે.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )