આચાર્ય દેવવ્રત અમરેલી: બગોયામાં ગૌસેવા અને રાત્રી રોકાણ

આચાર્ય દેવવ્રત અમરેલી: બગોયામાં ગૌસેવા અને રાત્રી રોકાણ

આચાર્ય દેવવ્રત અમરેલી પ્રવાસે: બગોયામાં ગૌસેવા અને સન્માન

અમરેલી/સાવરકુંડલા: ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ અમરેલી જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા. પ્રવાસ દરમિયાન, તેઓ આજે સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે ગૌસ્વામી સાધુ સમાજના નિવાસસ્થાને પધાર્યા હતા.

રાજ્યપાલશ્રીએ અખીલ ભારતીય જુનાં અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પૂજય ઇન્દ્રભારથી બાપુના શિષ્ય અને બગોયાના વતની ભીખુગીરીબાપુના ઘર આંગણે મુલાકાત લીધી હતી. આ મુલાકાત વખતે તેમણે ગાયમાતાને ગોળ ખવડાવીને ગૌવસેવાની ભાવનાને પ્રોત્સાહન આપ્યું હતું.

ભીખુગીરી બાપુએ રાજ્યપાલને સન્માનપૂર્વક ભગવી શાલ તેમજ રુદ્રાક્ષની માળા અર્પણ કરી હતી. તેમના મોટા દીકરા મહેશગીરી ગૌસ્વામીએ પુષ્પગુચ્છ અર્પણ કરીને રાજ્યપાલનું હૂંફાળું સ્વાગત કર્યું હતું. વિશેષરૂપે, ભીખુગીરી બાપુની પૌત્રી વૃંદાબહેને સ્વયં દોરેલું રાજ્યપાલ સાહેબનું ચિત્ર તેમને ભેટ આપ્યું હતું.

આ તકે, રાજ્યપાલશ્રીએ પરિવારના સભ્યો અને બાળકો સાથે સંવાદ પણ કર્યો હતો. ધાર્મિક અને સામાજિક મુલાકાત બાદ, તેમણે બગોયા પ્રાથમિક શાળામાં રાત્રી રોકાણ કર્યું હતું, જે તેમની સાદગી દર્શાવે છે.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )