પંજાબના DIG હરચરણ ભુલ્લર ₹8 લાખની લાંચમાં ઝડપાયા: CBIએ મશીનોથી નોટો ગણી

પંજાબના DIG હરચરણ ભુલ્લર ₹8 લાખની લાંચમાં ઝડપાયા: CBIએ મશીનોથી નોટો ગણી

ચંડીગઢ/રોપડ: પંજાબ પોલીસમાં ફરજ બજાવતા રોપડ રેન્જના DIG હરચરણ સિંહ ભુલ્લરને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા લાંચ-રુશ્વતના એક ગંભીર કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી 11 ઓક્ટોબરના રોજ ફતેહગઢના સ્ક્રેપ વેપારી આકાશ બટ્ટા દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે કરવામાં આવી હતી.

વેપારીએ CBIને જણાવ્યું કે, DIG ભુલ્લર તેમને એક નકલી કેસમાં ફસાવવાની ધમકી આપી રહ્યા હતા અને પોતાના મિડિલમેન કૃષ્ણુ મારફતે ₹8 લાખની લાંચની માંગણી કરી હતી. કૃષ્ણુ સતત ફોન કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની ‘સેવાપાણી’ની બાકી રકમ પણ માગી રહ્યો હતો.

વેપારીની ફરિયાદ બાદ CBIએ તરત જ જાળ પાથરી. સેક્ટર 21, ચંડીગઢ ખાતે મિડિલમેન કૃષ્ણુને ₹8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો. આ ટ્રેપ દરમિયાન CBIએ કૃષ્ણુ અને DIG વચ્ચે એક નિયંત્રિત કૉલ પણ કરાવ્યો, જેમાં DIG ભુલ્લરે પૈસા લેવાની પુષ્ટિ કરી. ત્યારબાદ CBIની ટીમે તાત્કાલિક DIG હરચરણ ભુલ્લરની તેમની ઓફિસેથી ધરપકડ કરી લીધી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડ બાદ CBIએ DIGના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા, જ્યાંથી નોટોનો મોટો ખજાનો મળી આવ્યો છે. રકમ એટલી મોટી છે કે તેને ગણવા માટે CBIને નોટ ગણવાના મશીનો મગાવવા પડ્યા હતા. આ ઘટનાએ પંજાબ પોલીસમાં ખળભળાટ મચાવી દીધો છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )