આજવા–નિમેટા લાઈન કામને કારણે વડોદરામાં ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ

આજવા–નિમેટા લાઈન કામને કારણે વડોદરામાં ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ

વડોદરાના પૂર્વ-દક્ષિણમાં 25 થી 27 નવેમ્બર પાણી પુરવઠો રહેશે બંધ

વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં આવતા 25થી 27 નવેમ્બર દરમિયાન પાણી પુરવઠો બંધ રહેશે. મ્યુનિસિપલ તંત્રએ જાહેર કર્યું છે કે આજવા સરોવરથી નિમેટા સુધી 1524 મીમી વ્યાસની નવી મેન લાઈન નાખવાની મહત્વપૂર્ણ કામગીરીના કારણે આજવા ઇન્ટેકવેલમાંથી પાણીની સપ્લાય તાત્કાલિક બંધ રાખવી પડશે. આ કામગીરીને કારણે ટૂંકા સમય માટે મોટાપાયે પાણી પુરવઠો પ્રભાવિત થશે.

પાણીગેટ, નાલંદા, ગાજરાવાડી, બાપોદ, સયાજીપુરા, સંખેડા, મહેશનગર, સોમા તળાવ, દશાલાડ, દંતેશ્વર, મહાનગર, નંદ ગામ સહિતના વિસ્તારોમાં પુરવઠો સંપૂર્ણ રીતે બંધ રહેશે. આજવા અને લાલબાગ ટાંકી વિસ્તારના કેટલાક ભાગોમાં મર્યાદિત કાપથી પાણી આપવામાં આવશે.

25મીની સાંજથી શટડાઉન શરૂ થશે અને 26મીના દિવસે સવારે તથા સાંજે બે વખત પુરવઠો બંધ રહેશે. 27મીના દિવસ દરમિયાન પણ પાણી મળશે નહીં. 27મીની સાંજથી સપ્લાય ફરી શરૂ થશે, પરંતુ પાણી ઓછા પ્રેશર અને ઓછા સમય માટે જ ઉપલબ્ધ થશે.

મ્યુનિસિપલ તંત્રએ રહીશોને આગોતરા પાણી સંગ્રહ કરવા સૂચના આપી છે. આગામી ત્રણ દિવસ પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની અપીલ પણ કરવામાં આવી છે. કામગીરી પૂર્ણ થયા બાદ નવી મેનિફોલ્ડ લાઈન શરૂ થવાથી પૂર્વ વિસ્તારનું પાણી વિતરણ વધુ સુગમ અને સ્થિર બનશે તેવી માહિતી આપવામાં આવી છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )