રાજકોટ: 50થી વધુ ઈ-મેમો બાકી હશે તો વાહન જપ્ત

રાજકોટ: 50થી વધુ ઈ-મેમો બાકી હશે તો વાહન જપ્ત

ટ્રાફિક દંડ નહીં ભરનારા સાવધાન: 50 મેમો હશે તો વાહન જપ્ત

વાહન જપ્ત :રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈશ્યુ થતા ઈ-મેમોની રકમ કરોડોમાં પહોંચી છે, પરંતુ વસૂલાત ખૂબ ઓછી છે. આ બાબતને ગંભીરતાથી લઈ રાજ્ય પોલીસવડાએ હવે આકરા પગલાં લેવાની સૂચના આપી છે. જે અંતર્ગત રાજકોટ ટ્રાફિક શાખાએ કમર કસી છે.

નવા નિયમ મુજબ, જે વાહનચાલકોના 50થી વધુ ઈ-મેમો પેન્ડિંગ છે, તેમના વાહનો હવે ડિટેઈન કરવામાં આવશે. રાજકોટમાં આવા આશરે 300 વાહનચાલકો છે જેમણે દંડ ભરવાની તસ્દી લીધી નથી અને નિયમો તોડવાનું ચાલુ રાખ્યું છે. આ દરેક વાહન પર હજારો રૂપિયાનો દંડ બાકી બોલે છે.

આ કાર્યવાહી મનસ્વી રીતે નહીં પણ કાયદાકીય રાહે કરવામાં આવશે. તંત્ર હાલ અદાલત પાસે આવા વાહનો જપ્ત કરવા માટેની મંજૂરી માંગી રહ્યું છે. આ દિશામાં ચક્રો ગતિમાન કરી દેવાયા છે. કોર્ટની મંજૂરી મળતાની સાથે જ આ લિસ્ટમાં સામેલ વાહનો ટ્રાફિક પોઈન્ટ પર કે રસ્તા પર દેખાશે એટલે તેને જપ્ત કરી લેવાશે. દંડ ભર્યા બાદ જ વાહન મુક્ત કરાવવાની જોગવાઈ અમલમાં આવી શકે છે. જેથી વાહન જપ્ત ન થાય તે માટે બાકી દંડ ભરી દેવો જ યોગ્ય રહેશે.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )