
દિપેશ જૈનને ઇન્ટરનેશનલ આયુષ ઉદ્યોગસાહસિક સમ્માન
ઇન્ટરનેશનલ આયુષ કોન્ક્લેવમાં દિપેશ જૈનને પ્રતિષ્ઠિત એવોર્ડ
જયપુર :જયપુર સ્થિત રામાડા બાય વિન્ધમ હોટેલમાં યોજાયેલા ઇન્ટરનેશનલ આયુષ કોન્ક્લેવ 3.0માં વડોદરાના શગુન નેચરોવિટા બ્રાન્ડના સ્થાપક દિપેશ શંતિલાલ જૈનને પ્રતિષ્ઠિત ‘આયુષ ઉદ્યોગસાહસિક સમાન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. હવા મહેલ વિસ્તારના ધારાસભ્ય આચાર્ય બાલમુકુંદજીના હાથેથી મળેલ આ એવોર્ડ સિવિક—આંતરરાષ્ટ્રીય વૈદિક એકીકરણ અને સહકાર પરિષદ—દ્વારા આપવામાં આવ્યો હતો.
આ સન્માન દિપેશ જૈનના હોમિયોપેથીક પ્રોડક્ટ્સ, હર્બલ કોસ્મેટિક્સ અને પ્રાકૃતિક વેલનેસ ક્ષેત્રે કરાયેલા સર્જનાત્મક કામને માન્યતા આપે છે. તેમની કંપની શગુન નેચરોવિટા અને નમન કોર્પોરેશનની NC Series દ્વારા વિકસાવવામાં આવેલા ઉત્પાદનો દેશ-વિદેશમાં લોકપ્રિય બની રહ્યા છે.
કોન્ક્લેવમાં આયુષ પ્રણાલીઓને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવા, વૈદિક જ્ઞાનના આદાનપ્રદાનને પ્રોત્સાહિત કરવા અને વેલનેસ ઉદ્યોગને નવી દિશા આપવા માટે વિવિધ સેશન અને ચર્ચાઓ યોજાઈ હતી. દેશ-વિદેશના નિષ્ણાતો, સંશોધકો, હેલ્થ પ્રોફેશનલ્સ અને ઉદ્યોગસાહસિકોની વિશાળ હાજરી નોંધાઈ હતી.
દિપેશ જૈને એવોર્ડ સ્વીકારતાં જણાવ્યું કે પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિઓને આધુનિક વિજ્ઞાન સાથે જોડવાનું તેમનું ધ્યેય છે અને આ સન્માન તેમની ટીમને વધુ પ્રેરણા આપશે.
આયુષ ક્ષેત્રે થયેલા આ અવસાનિય કાર્યને લઈને ઉદ્યોગમાં હર્ષની લાગણી વ્યકત થઈ રહી છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
