વડોદરા SOG: ₹1.96 લાખના MD ડ્રગ્સ સાથે 1ની ધરપકડ

વડોદરા SOG: ₹1.96 લાખના MD ડ્રગ્સ સાથે 1ની ધરપકડ

વડોદરા SOG ની સફળતા: ₹1.76 લાખના MD ડ્રગ્સ સાથે 1 ઝડપાયો

વડોદરા શહેરના પોલીસ કમિશ્નર શ્રી નરસિમ્હા કોમાર સાહેબ દ્વારા શહેરને નશામુક્ત કરવા માટે આપેલ માર્ગદર્શનના આધારે, સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે અસરકારક કામગીરી કરવામાં આવી. SOGના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.ડી. રાતડા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે સતત વોચ રાખી હતી.

SOGના અ.હે.કો. પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહને અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળી કે મચ્છીપીઠ નાકા પાસેના મોદી હાઉસમાં રહેતો એક ઇસમ MD ડ્રગ્સનો જથ્થો સંતાડી રાખી છૂટકમાં વેચાણ કરે છે. આ બાતમીના આધારે SOGની ટીમે તુરંત રેઇડ કરીને મહંમદરફીક ઇકબાલભાઇ મલેક નામના ઇસમને પકડી પાડ્યો.

આરોપી પાસેથી ગેરકાયદેસર વેચાણ માટે સંતાડેલો માદક પદાર્થ મેફેડ્રોન (MD) ડ્રગ્સનો કોમર્શિયલ જથ્થો મળી આવ્યો. પોલીસે 58 ગ્રામ 700 મિલિગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું, જેની બજાર કિંમત ₹1,76,100/- છે. ઉપરાંત, ડ્રગ્સના વેચાણના રોકડા ₹14,700/- , એક મોબાઈલ ફોન (કિ.રૂ. 5,000/-) અને ડીજીટલ વજન કાંટો સહિત કુલ ₹1,96,000/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

મહંમદરફીક મલેક વિરુદ્ધ કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટની કલમ  મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ડ્રગ્સ સપ્લાય કરનાર અન્ય એક વોન્ટેડ આરોપીને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, વડોદરા પોલીસે વર્ષ 2025માં NDPS એક્ટ હેઠળ કુલ 22 ગુના નોંધીને અત્યાર સુધીમાં આશરે ₹1.59 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )