વડોદરા ગ્રામ્ય: ભાદરવા પોલીસે ₹૨૩ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

વડોદરા ગ્રામ્ય: ભાદરવા પોલીસે ₹૨૩ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

વડોદરા ગ્રામ્ય: ભાદરવા પોલીસે ₹૨૩.૧૦ લાખનો દારૂ ઝડપી પાડ્યો

વડોદરા ગ્રામ્ય: વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદિપ સિંહ અને વડોદરા ગ્રામ્યના પોલીસ અધિક્ષક શ્રી સુશિલ અગ્રવાલ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે દારૂ-જુગારની પ્રવૃત્તિ કરતા ઈસમો પર વોચ રાખી કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાના આધારે ઓપરેશન પરાક્રમ હેઠળ ભાદરવા પોલીસે ગણનાપાત્ર સફળતા મેળવી છે.

ભાદરવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.ઓ.ભરવાડને ચોક્કસ બાતમી મળી હતી કે, મંકોડીયાપુરા ગામના અમીત તીરથભાઇ માળી અને હિતેશ તીરથભાઇ માળી નટુભાઇ જોગાભાઇ માળીના ખેતરમાં આવેલી પતરાની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે મંકોડીયાપુરા ગામની સીમમાં રેડ કરી હતી. સ્થળ પર અશોક લેલેન્ડ કંપનીની રજિસ્ટ્રેશન નંબર MH-03-EG-4843 વાળી ગાડીમાંથી ખાખી પૂંઠાના બોક્સ ઓરડીમાં મુકવામાં આવતા હતા. પોલીસે નજીક જઈ પકડવા જતા બંને આરોપીઓ અંધારાનો લાભ લઈને ખેતરોમાં નાસી ગયા હતા.

પોલીસે સ્થળ પરથી ઓરડી અને ગાડીમાંથી વિદેશી દારૂના કુલ ૮,૮૩૨ ક્વાટરીયા જેની કિંમત ₹૧૮,૧૦,૫૬૦/- તથા ₹૫,૦૦,૦૦૦/-ની કિંમતની બડા દોસ્ત ગાડી સહિત કુલ ₹૨૩,૧૦,૫૬૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ફરાર થયેલા બંને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

 

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )