રાજકોટમાં યોજાશે 74મી પોલીસ હોકી ચેમ્પિયનશિપ

રાજકોટમાં યોજાશે 74મી પોલીસ હોકી ચેમ્પિયનશિપ

પોલીસ હોકી :રાજકોટમાં ‘ચક દે ઇન્ડિયા’: 74મી નેશનલ હોકી ટુર્નામેન્ટ

રાજકોટવાસીઓ માટે એક ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજકોટના આંગણે ટૂંક સમયમાં ‘ચક દે ઇન્ડિયા’ ફિલ્મના દ્રશ્યો જીવંત થતા જોવા મળશે. ગુજરાત પોલીસ તંત્ર દ્વારા 21 વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર પ્રતિષ્ઠિત ‘74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ’ની યજમાની કરવામાં આવી રહી છે. આ નેશનલ લેવલની ઈવેન્ટમાં દેશભરમાંથી પેરા મિલિટરી ફોર્સ સહિત અલગ-અલગ રાજ્યોની 35થી વધુ પુરુષ અને મહિલા ટીમો પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરશે.

આગામી 4 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ચાલનારી આ ટુર્નામેન્ટ રાજકોટના રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર યોજાશે. આ મેગા ઈવેન્ટને સફળ બનાવવા માટે રાજ્ય પોલીસ વડા (DGP) વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ 10 વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે, જે હાલ તડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 28 નવેમ્બરે પૂર્ણ થઈ રહી છે અને શહેર પોલીસ આ આયોજનને યાદગાર બનાવવા રાત-દિવસ એક કરી રહી છે.

ચેમ્પિયનશિપનો પ્રારંભ 4 ડિસેમ્બરે સવારે 8:30 વાગ્યે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એક ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે થશે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહેશે. જ્યારે 15 ડિસેમ્બરે સાંજે યોજાનારી ક્લોઝિંગ સેરેમનીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિજેતાઓને પ્રોત્સાહિત કરશે. રાજકોટમાં આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન શહેર માટે એક ગૌરવની વાત છે અને રમતપ્રેમીઓમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )