
નડિયાદ: સતિષ પાટીલનું ‘સંકલ્પથી સિદ્ધિ’ પેઇન્ટિંગ અમિત શાહને અર્પણ
નડિયાદના કલાકાર સતિષ પાટીલે અમિત શાહને અર્પણ કર્યું અદભૂત પેઇન્ટિંગ
નડિયાદના ખ્યાતનામ અને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર કલાકાર સતિષ પાટીલે દેશના ગૃહમંત્રી અમિત શાહને અર્પણ પ્રત્યેનો પોતાનો આદર અને રાષ્ટ્રભક્તિ વ્યક્ત કરવા માટે એક અદભૂત કલાકૃતિનું સર્જન કર્યું છે. રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનની વિશેષ ઉપસ્થિતિમાં સતિષ પાટીલે આ પેઇન્ટિંગ અમિતભાઈ શાહને રૂબરૂ અર્પણ કર્યું હતું. સાત મહિનાની અવિરત મહેનત અને ચીવટપૂર્વકના કામ બાદ તૈયાર થયેલી આ કૃતિને “સંકલ્પથી સિદ્ધિ” નામ આપવામાં આવ્યું છે.
આ પેઇન્ટિંગ અમિત શાહના એ ઐતિહાસિક નિર્ણયોનો દસ્તાવેજ છે જેણે નવા ભારતનો પાયો નાખ્યો છે. પેઇન્ટિંગમાં મુખ્યત્વે નીચેના સાત સ્તંભોને દર્શાવવામાં આવ્યા છે:
-
કલમ 370 અને 35A નાબૂદ કરી કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવ્યું.
-
વકફ બોર્ડ સુધારણા દ્વારા કાયદાકીય મજબૂતી.
-
આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અને તેમાં આવેલો નોંધપાત્ર ઘટાડો.
-
મહિલા સુરક્ષા માટે દેશવ્યાપી Emergency Response Support System (112) નો પ્રારંભ.
-
નાગરિકતા સુધારા કાયદો (CAA-2019) દ્વારા શરણાર્થીઓને ન્યાય.
-
જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને શાનથી લહેરાતો તિરંગો.
-
અમિત શાહને અખંડ ભારતના મજબૂત અને નિડર રક્ષક તરીકે રજૂ કર્યા છે.
સતિષ પાટીલ માત્ર કલાકાર જ નથી, પરંતુ દેશની પ્રગતિને કલા દ્વારા ઉજાગર કરનાર માધ્યમ બન્યા છે. અગાઉ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પેન્સિલના 10 કરોડ ટપકાથી અદ્વિતીય પેઇન્ટિંગ બનાવી ગિનિસ બુક જેવી સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે. અમિત શાહને અર્પણ કરાયેલી આ ભેટ એ માત્ર ચિત્ર નથી, પણ કરોડો ભારતીયોની લાગણી અને અમિતભાઈના મજબૂત નેતૃત્વ પ્રત્યેનો વિશ્વાસ છે. રાજ્યસભા સાંસદ નરહરિ અમીને પણ આ તકે કલાકારની પ્રતિભાને બિરદાવતા કહ્યું કે આવી કલા રાષ્ટ્રના નેતાઓના ઉત્સાહમાં વધારો કરે છે.
