Rajkot: કટારીયા ચોકડી ઓવરબ્રિજ કામગીરી, ટ્રાફિક ડાયવર્ઝન જાહેર

Rajkot: કટારીયા ચોકડી ઓવરબ્રિજ કામગીરી, ટ્રાફિક ડાયવર્ઝન જાહેર

Rajkot: કટારીયા ચોકડી બ્રિજનું કામ શરૂ: રીંગ રોડ બંધ, ડાયવર્ઝન જાહેર

Rajkot: શહેરના સૌથી વ્યસ્ત અને ભવિષ્યમાં વધનાર ટ્રાફિકને ધ્યાનમાં રાખીને કાલાવડ રોડ પરની કટારીયા ચોકડી ખાતે રૂ. 167 કરોડના ખર્ચે આઇકોનિક ફ્લાય ઓવર અને અંડરબ્રિજના વિશાળ પ્રોજેક્ટનું મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન બાદ બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત બ્રિજના પાયાનું કામ શરૂ થતાં મહાનગરપાલિકા દ્વારા મુખ્ય ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે.

હાલમાં ગોંડલ રોડ અને જામનગર રોડને જોડતો આડો રીંગ રોડ કટારીયા ચોકડી ખાતે વાહનોની અવરજવર માટે હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે.

આ પગલું ચોકડીના મધ્યમાં પિલર અને પાયાના બાંધકામને સુરક્ષિત રીતે પૂર્ણ કરવા માટે લેવામાં આવ્યું છે.

શહેરના અન્ય વિસ્તારોમાં મહિલા કોલેજ, શ્રી રામ બ્રિજ અને જડ્ડુસ ચોક જેવા બ્રિજ હોવા છતાં કટારીયા ચોકડીએ ટ્રાફિક જામની સમસ્યા ગંભીર રહે છે, ખાસ કરીને નવરાત્રી અને લગ્નગાળામાં. આથી, ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ફ્લાય ઓવર અને અંડરબ્રિજનું સંકલિત આયોજન કરવામાં આવ્યું છે.

વાહનચાલકોની સુગમતા જળવાઈ રહે તે માટે મનપાએ ભારે અને હળવા વાહનો માટે વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે, જેમાં ગોંડલ રોડથી જામનગર રોડ તરફ જવા માટે 150 ફૂટ રિંગ રોડ-2, રત્નવિલાસ પેલેસ અને કણકોટ ચોકડીવાળા રસ્તાઓનો સમાવેશ થાય છે. મનપાએ નાગરિકોને તેમની સુરક્ષા અને સુવિધા માટે કરવામાં આવતી આ કામગીરીમાં સહયોગ આપવા વિનંતી કરી છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )