સુરત: અરવિંદ કેજરીવાલની મુલાકાત સાથે ‘આપ’ના ચૂંટણી શ્રીગણેશ

સુરત: અરવિંદ કેજરીવાલની મુલાકાત સાથે ‘આપ’ના ચૂંટણી શ્રીગણેશ

અરવિંદ કેજરીવાલ સુરતમાં ફૂંકશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચૂંટણીલક્ષી રણશિંગું

સુરત: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ અત્યારથી જ મેદાન પકડ્યું છે. પક્ષના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે સુરતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દ્વારા ‘આપ’ આગામી ચૂંટણીઓ માટેની પોતાની રણનીતિ અને એજન્ડા જાહેર કરશે.

નિર્ધારિત કાર્યક્રમ મુજબ, અરવિંદ કેજરીવાલ આવતીકાલે બપોરે 3:00 વાગ્યે સુરત એરપોર્ટ પર આવશે અને ત્યાંથી સીધા ગોથાણના ઉમરા વિસ્તારમાં આવેલા તિરંગા એરેના ગ્રાઉન્ડ ખાતે પહોંચશે. અહીં દક્ષિણ ગુજરાતના બૂથ ક્ષેત્રિય કાર્યકર્તા સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં કેજરીવાલ પાયાના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે અને જનસભાને સંબોધન કરીને આગામી ચૂંટણી માટે જીતનો મંત્ર આપશે. પક્ષના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુકે આ કાર્યક્રમમાં જોડાવા માટે જાહેર જનતાને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

કેજરીવાલની આ મુલાકાત બાદ પક્ષ સક્રિય મોડમાં આવી જશે. 11 માર્ચથી જ સ્થાનિક ચૂંટણીઓ માટે ઉમેદવાર પસંદગીની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થશે. ‘આપ’ દ્વારા પ્રદેશ અને સ્થાનિક સ્તરે આગેવાનોની વિશેષ સમિતિઓ બનાવવામાં આવી છે. આ સમિતિઓ દરેક લોકસભા બેઠક હેઠળ આવતા જિલ્લા અને તાલુકા મથકોની મુલાકાત લેશે અને ત્યાંના સંભવિત ઉમેદવારોની યોગ્યતાની સમીક્ષા કરશે. કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોનો અભિપ્રાય લીધા બાદ આ સમિતિઓ પોતાનો રિપોર્ટ પ્રદેશ ચૂંટણી સમિતિને સોંપશે, જેના આધારે આખરી ઉમેદવારો જાહેર કરાશે. સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ તરીકે ઉભરેલી આમ આદમી પાર્ટી માટે આ પ્રવાસ અત્યંત મહત્વનો માનવામાં આવે છે, કારણ કે આ મુલાકાતથી કાર્યકર્તાઓનું મનોબળ વધશે અને આગામી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સામે મજબૂત ટક્કર આપવા માટે સંગઠન સજ્જ થશે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )