પાણીગેટ-બાપોદમાં PCBની કડક કાર્યવાહી, દારૂ કબજે

પાણીગેટ-બાપોદમાં PCBની કડક કાર્યવાહી, દારૂ કબજે

વડોદરામાં પ્રોહિબિશન વિરુદ્ધ મોટી કાર્યવાહી: PCB એ પાણીગેટ અને બાપોદમાંથી ત્રણ બુટલેગરો ઝડપી પાડ્યા; ₹54 હજારથી વધુનો દારૂ જપ્ત

વડોદરા: શહેરમાં પ્રોહી અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાના ભાગરૂપે પોલીસ કમિશ્નર શ્રી નરસિમ્હા કોમાર સાહેબની સૂચનાથી વડોદરા શહેરની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) એ મોટી ઝુંબેશ હાથ ધરી છે. તા.૨૫/૧૦/૨૦૨૫ ના રોજ PCB એ શહેરના પાણીગેટ અને બાપોદ વિસ્તારોમાં દારૂના ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને શોધી કાઢી ત્રણ સફળ કેસ કર્યા હતા.

Whatsapp image 2025 10 25 at 9.35.31 pm

રેડ-01: પાણીગેટ બાવચાવાડમાંથી નિશાંત ઉર્ફે ગોટીયો ગોપાલભાઇ ભટ્ટ ને થેલામાં રાખેલા ભારતીય બનાવટના વિદેશી દારૂની 77 બોટલ સાથે ઝડપી લેવાયો હતો, જેની કિંમત ₹23,100/- છે.

રેડ-02: પાણીગેટ, બાવચાવાડ સ્લમ કવાટર્સમાં રહેતી પાયલબેન થાપા ને તેના મકાનમાં રાખેલા ભારતીય બનાવટના વિદેશી દારૂની 54 બોટલ સાથે પકડવામાં આવી, જેની કિંમત ₹16,200/- છે.

Whatsapp image 2025 10 25 at 9.35.32 pm

રેડ-03: બાપોદ વિસ્તારમાં ખોડીયારનગર, મણીનગર સોસાયટીમાંથી પવન ઉર્ફે ગોલુ બંસીલાલ તોલાણી પોતાના મકાનની પાછળ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો પકડાયો હતો. તેની પાસેથી 38 બોટલ વિદેશી દારૂ (કિંમત ₹10,450/-) અને એક મોબાઇલ ફોન (કિંમત ₹5,000/-) સહિત કુલ ₹15,450/- નો મુદ્દામાલ કબજે કરાયો9.

Whatsapp image 2025 10 25 at 9.35.33 pm

આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પાણીગેટ અને બાપોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી PCB પો.ઇન્સ. સી.બી.ટંડેલ અને તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી,

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )