સાબરકાંઠા: ઇડરમાંથી 200 લીટર નકલી દૂધ સાથે એક શખ્સ ઝડપાયો

સાબરકાંઠા: ઇડરમાંથી 200 લીટર નકલી દૂધ સાથે એક શખ્સ ઝડપાયો

સાબરકાંઠા માં નકલી દૂધની ફેક્ટરી ઝડપાઈ, 200 લીટર દૂધ જપ્ત

સાબરકાંઠા :દ્રશ્યોમાં દેખાતો આ જથ્થો કોઈ ડેરીનો નથી, પરંતુ નકલી દૂધ બનાવવાની સામગ્રી છે. સાબરકાંઠા એસ.ઓ.જી. પી.આઈ. ડી.સી. સાકરીયા અને પીએસઆઈ કે.યુ. ચૌધરીની ટીમને બાતમી મળી હતી કે સીંગા ગામના પટેલ ફળીમાં અશ્વિન સુનીલભાઈ શર્મા નામનો વ્યક્તિ નકલી દૂધ બનાવી રહ્યો છે. પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડા પાડતા ભાંડો ફૂટ્યો હતો.

આરોપી અશ્વિન શર્મા ‘શ્રેષ્ઠ ઓઈલ’ નામનું સોયા તેલ, વે પાવડર અને મેલ્ટ્રો ડેક્સિન પાવડરનો ઉપયોગ કરી ઈલેક્ટ્રીક મિક્સર અને ગ્લાઇન્ડરની મદદથી નકલી દૂધ તૈયાર કરતો હતો. પોલીસે સ્થળ પરથી:

  • 200 લીટર તૈયાર બનાવટી દૂધ

  • 10 કિલો વે પાવડર

  • 2 કિલો ડેક્સિન પાવડર

  • અને દૂધ બનાવવાના સાધનો જપ્ત કર્યા છે.

માત્ર થોડા રૂપિયા કમાવવા માટે આ લોકો આમ જનતાના સ્વાસ્થ્ય સાથે કેવા ગંભીર ચેડાં કરી રહ્યા છે. હાલ તો જાદર પોલીસે આ મામલે ગુનો નોંધી, આ નકલી દૂધ ક્યાં ક્યાં સપ્લાય થતું હતું તેની તપાસ શરૂ કરી છે.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )