રાજકોટ: દિવાળીમાં ₹૪ થી શરૂ થતા સેન્સર દીવા, રજવાડી ફાનસ અને ફોટો સિરીઝની ધૂમ

રાજકોટ: દિવાળીમાં ₹૪ થી શરૂ થતા સેન્સર દીવા, રજવાડી ફાનસ અને ફોટો સિરીઝની ધૂમ

રાજકોટમાં દિવાળીની ખરીદીનો ધમધમાટ: પરંપરાગત દીવા સાથે ‘મેડ ઈન ઈન્ડિયા’ની અદભુત લાઇટિંગ વેરાઇટી

 

રાજકોટ: દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટના બજારોમાં રોશની અને સજાવટની વસ્તુઓની ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ વખતે બજારમાં પરંપરાગત માટીના દીવાની સાથે સાથે હસ્તકલા કલાકારો દ્વારા બનાવવામાં આવેલી લાઇટિંગની અદભુત વેરાઇટી જોવા મળી રહી છે. લોકો ઉત્સાહપૂર્વક સ્થાનિક બનાવટના દીવા ખરીદીને **’મેડ ઈન ઈન્ડિયા’**ના અભિયાનને પ્રોત્સાહન આપી રહ્યા છે.

દીવાની કિંમત માત્ર ₹૪થી શરૂ થાય છે, પરંતુ તેમાં વેરાયટીની કોઈ કમી નથી. આ વર્ષે તુલસી દીવા, પાણી સેન્સરવાળા દીવા, ફ્લાવર દીવા, ક્રિસ્ટલ દીવા, શંખ દીવા અને સાથિયા દીવાની ખાસ માંગ છે. આ ઉપરાંત, ઘરોને રંગબેરંગી રોશનીથી સજાવવા માટે ફ્લાવર સિરીઝ, દીવડાંવાળી સિરીઝ, પાંદડાવાળી સિરીઝ, સ્ટારવાળી સિરીઝ અને ફેન્સી ટચવાળા બલ્બ પણ ઉપલબ્ધ છે.

સાંગણવા ચોકમાં વેપારીએ જણાવ્યું હતું કે, આ વખતે લાઇટિંગમાં મલ્ટિ કલરનું સુદર્શન ચક્ર અને ૭૫ મીટરની લાંબી સિરીઝ ગ્રાહકોનું ધ્યાન ખેંચી રહી છે. ખાસ કરીને આકર્ષણનું કેન્દ્ર ચીપટાવાળી સિરીઝ બની છે, જેમાં ગ્રાહકો લાઇટવાળા ચીપટામાં પોતાના ફોટોગ્રાફ્સ પણ લગાવી શકે છે, જેનો ઉપયોગ દિવાળી સિવાય અન્ય તહેવારોમાં પણ કરી શકાશે.

ખુદ ડેપ્યુટી મેયર આ વિસ્તારના હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ છે. રંગબેરંગી રોશની, ખાણીપીણીનો શોખ અને જલ્સાની લાઈફ ધરાવતા રાજકોટીયન લોકો તહેવારની શરૂઆતથી જ આ અવનવી વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે, જે બજારમાં તેજી લાવે છે. (અહેવાલ – હાર્દિક ચંદારાણા)

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )