સિહોર કોંગ્રેસ ના ઉપવાસ આંદોલન: પોલીસે કરી ધરપકડ

સિહોર કોંગ્રેસ ના ઉપવાસ આંદોલન: પોલીસે કરી ધરપકડ

સિહોર કોંગ્રેસ નું પાક ધિરાણ માફી માટે ઉપવાસ આંદોલન: અટકાયત

સિહોર કોંગ્રેસ. રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનના મુદ્દે સરકારનું ધ્યાન દોરવા માટે સિહોર તાલુકા તથા શહેર કોંગ્રેસ કમિટીએ આજે ઉગ્ર રણનીતિ અપનાવી હતી.

કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ તાલુકા કચેરી ખાતે ઉપવાસ આંદોલન કર્યું હતું.

આ આંદોલનનો મુખ્ય હેતુ અતિવૃષ્ટિના કારણે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોના હિત માટે સંપૂર્ણ પાક ધિરાણ માફ કરવામાં આવે તેવો હતો. કોંગ્રેસના કાર્યકરોએ ખેડૂતલક્ષી માગણીઓ સાથેનું આવેદનપત્ર પણ તાલુકા કચેરીને રજૂ કર્યું હતું.

આંદોલન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે પોતાની માગણીઓ રજૂ કરી રહ્યા હતા. તેમ છતાં, વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર પોલીસે સક્રિય ભૂમિકા ભજવી હતી. પોલીસે ઉપવાસ આંદોલનમાં જોડાયેલા કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરીને તેમની ઘરપકડ કરી હતી.

કોંગ્રેસના નેતાઓએ આ સમયે જણાવ્યું હતું કે અતિવૃષ્ટિના કારણે ખેડૂતો અત્યંત મુશ્કેલીમાં છે અને રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે યોગ્ય અને નક્કર પગલાં લેવા જોઈએ. આ સાથે જ તેમણે સરકારને ચેતવણી પણ આપી હતી કે જો તેમની પાક ધિરાણ માફીની માંગ પર યોગ્ય નિર્ણય નહીં લેવાય, તો આ આંદોલનને ભવિષ્યમાં વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

*સમાચારોના સતત અપડેટ માટે વ્હોટસએપ ગ્રુપમાં જોડાવો..*
https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

 

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )