સંસ્કારી નગરી: માંડવી દરવાજાનો ₹4.96 કરોડના ખર્ચે થશે કાયાકલ્પ

સંસ્કારી નગરી: માંડવી દરવાજાનો ₹4.96 કરોડના ખર્ચે થશે કાયાકલ્પ

સંસ્કારી નગરી ની શાન માંડવી ગેટનું રિસ્ટોરેશન: 500 વર્ષ જૂની ધરોહર ઝળહળશે

વડોદરા જેની ઓળખ ‘સંસ્કારી નગરી’ તરીકે છે, ત્યાંના ઐતિહાસિક વારસાને જાળવવા માટે વડોદરા મહાનગરપાલિકાએ એક શ્લાઘનીય કદમ ઉઠાવ્યું છે. શહેરના હૃદય સમાન અને 500 વર્ષ જૂના માંડવી દરવાજાને ₹4.96 કરોડના ખર્ચે રિસ્ટોર કરવાનો પ્રોજેક્ટ માત્ર એક રિનોવેશન નથી, પરંતુ વડોદરાના ભવ્ય ગાયકવાડી ઇતિહાસને આગામી સદીઓ માટે સુરક્ષિત કરવાની એક પવિત્ર મથામણ છે.

આ પ્રોજેક્ટમાં સૌથી પ્રશંસનીય બાબત એ છે કે, આધુનિકતાના આ યુગમાં પણ આપણી પ્રાચીન ભારતીય સ્થાપત્ય કલા અને ઇજનેરી પદ્ધતિ પર ભરોસો મૂકવામાં આવ્યો છે. સિમેન્ટના બદલે ગોળ, ચૂનો અને અડદની દાળ જેવા પરંપરાગત મિશ્રણનો ઉપયોગ સાબિત કરે છે કે આપણો વારસો આજે પણ એટલો જ પ્રાસંગિક છે. સવાણી હેરિટેજ ગ્રુપ, જેમને 11 યુનેસ્કો એવોર્ડ્સ અને ભારતભરમાં 400થી વધુ સ્મારકોના પુનઃસ્થાપનનો બહોળો અનુભવ છે, તેમના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થવાની છે તે વડોદરા માટે ગૌરવની વાત છે.

રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો, સરકારનો આ અભિગમ ‘વિકાસ પણ અને વિરાસત પણ’ ના વિઝનને ચરિતાર્થ કરે છે. ટ્રાફિક અને પ્રદૂષણ વચ્ચે ઘેરાયેલા માંડવી ગેટને જે રીતે વૈજ્ઞાનિક ઢબે ટ્રીટમેન્ટ આપવામાં આવશે, તેનાથી તેની આયુષ્યમાં સેંકડો વર્ષોનો વધારો થશે. 27 મહિનાની સમયમર્યાદામાં 5 રાજ્યોના કારીગરોની મહેનત જ્યારે રંગ લાવશે, ત્યારે વડોદરાની શાન ફરી એકવાર ઝળહળી ઉઠશે. આ પ્રોજેક્ટથી માત્ર શહેરની સુંદરતા જ નહીં વધે, પણ સ્થાનિક પ્રવાસનને પણ મોટો વેગ મળશે. વડોદરાવાસીઓ માટે માંડવી ગેટ માત્ર પથ્થરોની ઇમારત નથી, પણ એક લાગણી છે, અને આ લાગણીને જીવંત રાખવા બદલ વહીવટી તંત્ર અભિનંદનને પાત્ર છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )