વડોદરા: લગ્નની લાલચ આપી દુષ્કર્મ, આરોપીની ધરપકડ

વડોદરા: લગ્નની લાલચ આપી દુષ્કર્મ, આરોપીની ધરપકડ

વડોદરા: જીમમાં મિત્રતા, લગ્નનું વચન આપી દુષ્કર્મ

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. પરશુરામ ભઠ્ઠામાં રહેતા મનિષ ચૌહાણ જીમમાં જતો હતો. ત્યાં કસરત કરવા આવતી 27 વર્ષીય યુવતી સાથે તેને મિત્રતા થઈ. બંનેએ એકબીજાના મોબાઈલ નંબર લીધા. તેઓ રોજ કોલ, મેસેજ અને સોશિયલ મીડિયા પર ચેટિંગ કરતા હતા. ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ.

મનીષે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી. તેણે કહ્યું કે તે યુવતીને ખૂબ પ્રેમ કરે છે. યુવતીને મનીષ પર વિશ્વાસ આવી ગયો. યુવક વારંવાર યુવતીના ઘરે આવતો હતો. શરૂઆતમાં યુવતીએ શરીર સંબંધ બાંધવાનો પ્રતિકાર કર્યો. યુવકે લગ્નનું વચન આપી ઇમોશનલ બ્લેકમેઈલ કર્યો. આથી યુવતી તેની વાત માની ગઈ.

યુવક અને યુવતી છેલ્લા બે વર્ષથી સાથે રહેતા હતા. યુવકે યુવતીના ઘરે અને બહાર ફરવા જવાના બહાને હોટલોમાં પણ દુષ્કર્મ ગુજાર્યું. યુવતી લગ્ન કરવાની વાત કરતી ત્યારે યુવક બહાના બનાવતો. બાદમાં યુવકે યુવતી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. તે યુવતી સાથે રહેવા જતો નહોતો.

યુવતીએ મનીષને ફોન પર અને રૂબરૂ મળીને લગ્ન માટે કહ્યું. જોકે યુવકે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી. તેણે યુવતીને તરછોડીને જતો રહ્યો. આથી યુવતીએ જે પી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. પોલીસે આરોપી મનીષ ચૌહાણની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ આરોપીનું મેડિકલ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )