બોટાદ યાર્ડમાં ‘કડદા પ્રથા’ વિરોધ: રાજુ કરપડાનું ૩૧ ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલની હાજરીમાં મહાપંચાયતનું એલાન, પોલીસનો લાઠીચાર્જ

બોટાદ યાર્ડમાં ‘કડદા પ્રથા’ વિરોધ: રાજુ કરપડાનું ૩૧ ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલની હાજરીમાં મહાપંચાયતનું એલાન, પોલીસનો લાઠીચાર્જ

બોટાદ યાર્ડમાં ‘કડદા પ્રથા’ મુદ્દે તંગદિલી: ખેડૂતો પર લાઠીચાર્જ-ટીયર ગેસ; ‘આપ’ નેતા રાજુ કરપડાનું ૩૧ ઓક્ટોબરે કેજરીવાલની હાજરીમાં મહાપંચાયતનું મોટું એલાન

બોટાદ: બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહેલી કડદા પ્રથા (ખેડૂતોના માલમાંથી કમિશન પેટે કાપ મૂકવાની પ્રથા) સામે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ બાંયો ચડાવતાં છેલ્લા બે દિવસથી અહીં તંગદિલીભર્યો માહોલ સર્જાયો છે. આ વિરોધને પગલે પોલીસે સતત ‘આપ’ નેતાઓની અટકાયત કરી રહી છે, છતાં વિરોધ શમવાનું નામ લેતો નથી.

આ પરિસ્થિતિ વચ્ચે રાજુ કરપડાએ વધુ એક મોટું એલાન કરતાં જણાવ્યું છે કે, આગામી ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં હશે, તે જ દિવસે અરવિંદ કેજરીવાલ પણ બોટાદ આવીને ખેડૂતોની મહાપંચાયત કરશે. તેમણે ખેડૂતોને આ મહાપંચાયતમાં જોડાવા માટે આહવાન કર્યું છે.

વિરોધ દરમિયાન ખેડૂતોના ટોળેટોળા પર પોલીસ જબરી વરસી હતી. પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને લોકોને પકડી પકડીને લાઠીચાર્જ કર્યો હતો.

હાલમાં બોટાદમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું છે. પોલીસના આક્રમક વલણને કારણે સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ૩૧ ઓક્ટોબરના કાર્યક્રમને લઈને હવે રાજકીય ઘમાસાણ વધુ વધવાની શક્યતા છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )