રાજકોટ: ઊંચાઈ-ઉંમરના તફાવત છતાં અટૂટ પ્રેમકહાણી

રાજકોટ: ઊંચાઈ-ઉંમરના તફાવત છતાં અટૂટ પ્રેમકહાણી

ઊંચાઈનો તફાવત કે ઉંમરનો બંધન નહીં, રાજકોટના દંપતીનો નિઃસ્વાર્થ પ્રેમ બન્યો પ્રેરણાસ્ત્રોત

 

રાજકોટ: પ્રેમ ખરેખર એવી લાગણી છે, જેને કોઈ માપદંડ કે વ્યાખ્યામાં બાંધી શકાતી નથી. આ વાતને રાજકોટના ધનેશા દંપતીએ તેમના જીવનથી સાબિત કરી બતાવી છે. ઉત્તમકુમાર ધનેશા અને રંજનબેન ધનેશાના વર્ષ 2008માં પ્રેમલગ્ન થયા હતા, અને આજે 17 વર્ષ પછી પણ તેમનો અવિરત પ્રેમ યથાવત છે.

આ દંપતીની પ્રેમકહાણી અનેક રીતે અનોખી છે. ઉત્તમકુમારની ઊંચાઈ 5.7 ફૂટ છે, જ્યારે રંજનબેનની ઊંચાઈ માત્ર 3.3 ફૂટ છે. સાથે જ, રંજનબેન તેમના પતિ કરતાં 9 વર્ષ મોટાં છે. છતાં પણ, આ શારીરિક કે સામાજિક તફાવતો તેમના નિઃસ્વાર્થ પ્રેમને ક્યારેય ડગાવી શક્યા નથી.

તેમના અતૂટ બંધનનું એક સુંદર દ્રશ્ય દર વર્ષે કરવા ચોથના વ્રતમાં જોવા મળે છે. પત્નીની સુખ-શાંતિ અને લાંબા આયુષ્ય માટે રંજનબેન છેલ્લા દસ વર્ષથી વ્રત કરે છે. વ્રતની ઉજવણીમાં, પતિ ઉત્તમકુમાર પ્રેમથી ઘૂંટણિયે બેસે છે જેથી રંજનબેન ચંદ્ર અને પોતાના પતિદેવના દર્શન કરી સરળતાથી જળ ગ્રહણ કરી શકે. તેમનો આ સાચો પ્રેમ, સંવેદના અને સમર્પણ દરેક સંબંધો માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે, જે સાબિત કરે છે કે પ્રેમ માત્ર લાગણી જ નહીં પણ એક પ્રેરણા છે જે જીવનને બદલી શકે છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )