Rajkot Cricket: ભારત ‘એ’ vs દ.આફ્રિકા ‘એ’ 3 વન-ડે, એન્ટ્રી ફ્રી

Rajkot Cricket: ભારત ‘એ’ vs દ.આફ્રિકા ‘એ’ 3 વન-ડે, એન્ટ્રી ફ્રી

Rajkot Cricket:  રાજકોટમાં ભારત ‘એ’ મેચ ફ્રી: તિલક વર્મા, ઈશાન કિશન આવશે

Rajkot Cricket: ક્રિકેટ રસિકો માટે ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટનું નિરંજન શાહ સ્ટેડિયમ આગામી સપ્તાહથી ફરી એકવાર ક્રિકેટ ફીવરનો અનુભવ કરાવશે.

ભારત ‘એ’ અને દક્ષિણ આફ્રિકા ‘એ’ વચ્ચેની ત્રણ વન-ડે મેચની શ્રેણી માટે ભારતીય ટીમના જાણીતા યુવા ખેલાડીઓ દશેક દિવસ સુધી રાજકોટમાં મુકામ કરશે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA)ના સૂત્રો અનુસાર, આ વન-ડે મેચો અનુક્રમે 13, 16 અને 19 નવેમ્બરના રોજ રમાશે. આ ત્રણેય મુકાબલા ડે એન્ડ નાઈટ ફોર્મેટમાં બપોરે 1:30 વાગ્યાથી શરૂ થશે.

સૌથી મહત્વની વાત એ છે કે ક્રિકેટ રસિકોને આ રોમાંચક ટક્કર નિહાળવા માટે સ્ટેડિયમમાં એન્ટ્રી ફ્રી આપવામાં આવી છે. જોકે આ મેચો આંતરરાષ્ટ્રીય રેકોર્ડમાં ગણાશે નહીં.

ભારત ‘એ’ ટીમની કેપ્ટનશીપ તિલક વર્મા સંભાળશે, જેમણે તાજેતરમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમમાં સ્ફોટક બેટર અભિષેક શર્મા, વિકેટકીપર ઈશાન કિશન, યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ અને સ્ટાર બોલર અર્શદીપસિંહ સહિતના મુખ્ય ટીમમાં રમી ચૂકેલા અનેક ચહેરાઓ સામેલ છે, જેના કારણે આકર્ષણ વધી ગયું છે.

ભારતીય ટીમનું આગમન 10 નવેમ્બરના રોજ સાંજે થશે અને બન્ને ટીમોને હોટેલ સયાજીમાં ઉતારો અપાશે. ક્રિકેટરો 19મીએ છેલ્લો મેચ રમીને 20મીએ પરત ફરશે. SCAએ તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દીધો છે.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )