
Rajkot AQI: ૬ ચોકમાં AQI ૨૮૦ને પાર, પ્રદૂષણ રેડ ઝોનમાં.
Rajkot AQI: સોરઠીયાવાડી, જામટાવર ચોકમાં AQI ૨૮૦, સ્વાસ્થ્ય જોખમ.
Rajkot શહેરમાં શિયાળાના ધાબડીયા વાતાવરણ અને ભારે ટ્રાફિકના કારણે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ગંભીર સ્તરે પહોંચી ગયો છે. છેલ્લા અઠવાડિયામાં શહેરના અર્ધો ડઝન મુખ્ય ચોકમાં AQI સરેરાશ ૨૫૦ને પાર કરી ગયો છે, જે સ્વાસ્થ્ય માટે રેડ સિગ્નલ છે.
હોટસ્પોટ વિસ્તારો (AQI મહત્તમ ૨૮૦):
-
સોરઠીયાવાડી ચોક
-
જામ ટાવર ચોક
-
રામાપીર ચોક
-
ઢેબર રોડ (મનપા કચેરી માર્ગ)
-
નાના મવા ચોક
આ વિસ્તારોમાં સવારે અને સાંજે ટ્રાફિકના સમયે પ્રદૂષણનો આંક ૨૮૦ સુધી પહોંચે છે. AQI ૨૦૦થી ઉપર જવો એ ‘અત્યંત ખરાબ’ કેટેગરીમાં આવે છે. ડિલક્ષ ચોક (૧૧૫), ગ્રીનલેન્ડ ચોક (૧૦૮) અને મોરબી રોડ (૧૦૧) પર પણ AQI ૧૦૦થી ઉપર જોવા મળ્યો હતો. અન્ય વિસ્તારોમાં તફાવત જોવા મળ્યો છે.
આ ઊંચું પ્રદૂષણ સ્તર બાળકો, વૃદ્ધો અને શ્વાસની બીમારીઓ (અસ્થમા) ધરાવતા લોકો માટે અત્યંત જોખમી છે. નિષ્ણાંતોએ નાગરિકોને બિનજરૂરી બહારની અવરજવર ટાળવા અને ખાસ કરીને ટ્રાફિકવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવાની સલાહ આપી છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
