
ગાધકડા માં રાજકીય ભૂકંપ: ભાજપ-કોંગ્રેસના નેતાઓ AAPમાં
ગાધકડા માં રાજકીય ભૂકંપ: ભાજપ-કોંગ્રેસના નેતાઓ AAPમાં
અમરેલી ગાધકડા: રાજકોટ જિલ્લાના રાજકારણમાં આજે એક મહત્વપૂર્ણ ઘટના બની, જે આગામી દિવસોમાં રાજકીય સમીકરણો પર અસર કરી શકે છે.
ગાધકડા સીટના ઉમેદવાર જગદીશભાઈ કલાણીયાએ બોલાવેલી એક અગત્યની જાહેર મીટિંગમાં અન્ય પક્ષોમાંથી મોટા પાયે જોડાણ થયું હતું.
આ સભામાં આમ આદમી પાર્ટી (AAP)ના સાવરકુંડલા તાલુકાના પ્રમુખ શ્રી દિલીપભાઈ લહેરી, તેમની સાથે દિલ્હી વિધાનસભાના પ્રભારી અજયજી રાઠોડ, અમરેલી જિલ્લાના જોઇન્ટ સેક્રેટરી કિરીટસિંહ ભાટી, તેમજ AAPના અગ્રણી નેતાઓ મનુભાઇ મોરી અને હાર્દિકભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આગામી ચૂંટણી પહેલાં રાજકીય પક્ષપલટાના સંકેત આપતા, ગામના ભાજપ અને કોંગ્રેસથી નારાજ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ નારાજ નેતાઓ અને કાર્યકરોએ વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને પક્ષમાં જોડાણ કર્યું હતું.
AAPના આગેવાનોએ આ જોડાણને મોટી સફળતા ગણાવતાં જણાવ્યું હતું કે, “આગામી દિવસોમાં ગામના અનેક અગ્રણી નેતાઓ AAPમાં જોડાવાના છે. નજીકના ભવિષ્યમાં ગાધકડા ગામે ભાજપ અને કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાશે અને એક મોટું ગાબડું પડશે.”
આ ઘટના દર્શાવે છે કે ગાધકડા ગામના કાર્યકરોમાં અન્ય પક્ષો પ્રત્યે નારાજગી છે અને તેઓ આમ આદમી પાર્ટીમાં એક મજબૂત વિકલ્પ જોઈ રહ્યા છે.
રિપોર્ટર: સમીર ખોખર, અમરેલી
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
