PMJAY Scheme Fraud: 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને કારણદર્શક નોટિસ

PMJAY Scheme Fraud: 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને કારણદર્શક નોટિસ

PMJAY કૌભાંડ: મધ્ય ગુજરાતની 4 હોસ્પિટલ સસ્પેન્ડ, નોટિસ

ગાંધીનગર/વડોદરા: રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY-મા)’ હેઠળ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે.

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના સીધા નિર્દેશ બાદ મધ્ય ગુજરાતની કુલ ૪ હોસ્પિટલો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા ઓચિંતી રેડ દરમિયાન ગંભીર ખામીઓ અને યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન જણાતા ૨ હોસ્પિટલોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ૨ હોસ્પિટલોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

PMJAY-મા હોસ્પિટલ ગેરરીતિ

પકડાયેલી ગેરરીતિઓની વિગતો:

  • સસ્પેન્ડ કરાયેલ હોસ્પિટલ (ગોધરા, પંચમહાલ): દીપ ચિલ્ડ્રન હોસ્પિટલમાં PICU અને NICU માટેના જરૂરી માપદંડો પુરા નહોતા. હોસ્પિટલમાંથી એક્સપાયર્ડ દવાઓ મળી આવી હતી, તપાસ સમયે MBBS ડોક્ટર હાજર નહોતા અને લાભાર્થીઓ માટે જરૂરી માહિતી કિઓસ્ક પણ ઉપલબ્ધ નહોતું.
  • કારણદર્શક નોટિસ અપાયેલ હોસ્પિટલો:
    • કાલોલ, પંચમહાલ: ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલમાં લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું.
    • દેવગઢ બારિયા, દાહોદ: મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેરના NICU માંથી એક્સપાયર્ડ દવાઓ મળી હતી. તપાસ ટીમે CCTV ફૂટેજ માંગતા હોસ્પિટલ દ્વારા તે આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

આરોગ્ય મંત્રીએ મોડી રાત સુધી વિભાગ સાથે બેઠક યોજી કડક કાર્યવાહીના આદેશ આપ્યા અને જણાવ્યું કે, “PMJAY-મા યોજના ગરીબ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે.” તેમણે ભવિષ્યમાં વધુ કડક પગલાં લેવાની ચેતવણી આપી હતી.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

 

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )