વડોદરા જરોદ લૂંટ ઉકેલ: લિફ્ટ આપી લૂંટ કરનારા 2 આરોપી ઝડપાયા

વડોદરા જરોદ લૂંટ ઉકેલ: લિફ્ટ આપી લૂંટ કરનારા 2 આરોપી ઝડપાયા

વડોદરા જરોદ પોલીસે 1.60 લાખની સોનાની ચેઇનની લૂંટનો ભેદ ઉકેલ્યો

વડોદરા જરોદ લૂંટ ઉકેલ. પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ‘ઓપરેશન પરાક્રમ’ અંતર્ગત,

જરોદ પોલીસે લૂંટના એક અનડિટેક્ટ ગુનાનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખી પ્રસંશનીય કામગીરી કરી છે.

તા. 28/10/2025 ના રોજ સાંજે 4:30 થી 5:15 વાગ્યાના અરસામાં જરોદ રેફરલ ચોકડીથી જરોદ ગામની સીમમાં હાલોલ-વડોદરા રોડ પર સરીતા પાર્ક નજીક બ્રિજ પાસે આ ગુનો બન્યો હતો. અજાણ્યા બે આરોપીઓએ ફરિયાદીને લિફ્ટ આપવાની લાલચ આપી મોટરસાયકલ પર બેસાડી બજારમાં ન જવા દઈ તેમનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક તેમના ગળામાંથી રૂ. 1,60,000/- ની કિંમતની દોઢ તોલા સોનાની મગમાળા ચેઇનની લૂંટ કરી નાસી છૂટ્યા હતા.

જરોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.યુ.ગોહિલ ની ટીમે તાત્કાલિક CCTV ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. ઊંડાણપૂર્વક પૂછપરછ બાદ બે શકમંદ ઈસમો પ્રિયાંશ ઉર્ફે કાળીયો સોલંકી (ઉ.વ. 19) અને સિદ્ધાર્થ ઉર્ફે સિદ્ધુ સિંગ (ઉ.વ. 25) એ ગુનાની કબૂલાત કરી હતી.

પોલીસે લૂંટમાં ગયેલ 15.21 ગ્રામની સોનાની ચેઇન (કિંમત રૂ. 1,60,000/-) , ગુનામાં વપરાયેલ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ , અને બે મોબાઈલ ફોન સહિત 100% મુદ્દામાલ રિકવર કર્યો છે.

*સમાચારોના સતત અપડેટ માટે વ્હોટસએપ ગ્રુપમાં જોડાવો..*
https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

 

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )