
Palitana માલપરામાં મહાકાય અજગરનું રેસ્ક્યુ, ગામલોકોમાં ભય
Palitana માલપરામાં અજગર દેખાતા વન વિભાગે પકડ્યો
Palitana તાલુકાના માલપરા ગામમાં આજે એક મહાકાય અજગર દેખાતા ગામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ગામના ખેતર વિસ્તારમાં આવેલ ઝાડીઓમાં આ વિશાળ અજગર દેખાતા જ લોકોમાં હડકંપ મચી ગયો હતો. અજગરને જોઈને ગભરાયેલા ગામના લોકોએ તરત જ આ અંગે ગામના સરપંચને અને ત્યારબાદ વન વિભાગને જાણ કરી હતી.
માલપરા ગામના સરપંચ દ્વારા માહિતી મળતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને તુરંત જ અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવા માટેની કામગીરી હાથ ધરી હતી. વન વિભાગના કર્મચારીઓએ લગભગ એક કલાકની જહેમત બાદ મહાકાય અજગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો.
અજગરનું સફળ રેસ્ક્યુ થયા બાદ તેને નજીકના જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડવામાં આવ્યો હતો. ગામજનોની સજાગતા અને વન વિભાગની ઝડપભરી કામગીરીને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, છેલ્લા થોડા દિવસોમાં વિસ્તારમાં સાપ તથા અજગર જેવા જંગલી પ્રાણીઓ જોવા મળવાના બનાવોમાં વધારો નોંધાયો છે. આ અંગે વન વિભાગે લોકોને અપીલ કરી છે કે આવા સમયે ગભરાઈ જવું નહીં અને પ્રાણીને કોઈ નુકસાન ન પહોંચે તે રીતે તાત્કાલિક વન વિભાગને જાણ કરવી.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
