
‘ઓપરેશન પરાક્રમ’: વડોદરા પોલીસે MPમાંથી વોન્ટેડ આરોપીને ઝડપ્યો
‘ઓપરેશન પરાક્રમ’: વડોદરા પોલીસે MPમાંથી વોન્ટેડ આરોપીને ઝડપ્યો
ઓપરેશન પરાક્રમ :વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ-ફર્લો સ્કવોડે (Vadodara Rural Parole-Furlough Squad) જરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન કેસના સંબંધમાં એક વર્ષથી વધુ સમયથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપી શૈલેન્દ્રભાઈ દિલીપસિંહ રઘુવંશીને મધ્યપ્રદેશમાંથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે.
આ ધરપકડ “ઓપરેશન પરાક્રમ” ના પરિણામે કરવામાં આવી છે. આ ડ્રાઇવનું આયોજન પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, અને શ્રી સુશીલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય, નાઓના માર્ગદર્શન હેઠળ , “ઓપરેશન પરાક્રમ” હેઠળ પ્રોહિબિશન, અપહરણ, ચોરી, લૂંટ, ધાડ, છેતરપિંડી, વિશ્વાસઘાત, લેન્ડ ગ્રેબિંગ જેવા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા કુખ્યાત આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી.
પેરોલ-ફર્લો સ્કવોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એસ.જે. જત દ્વારા સ્ટાફના માણસોને આરોપીના વસવાટના સંભવિત તમામ સ્થળો પર વોચ ગોઠવી, માહિતી એકત્રીત કરી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવેલી. ટીમમાં અ.હે.કો. અલ્પેશભાઈ જીવણભાઈ અને આ.પો.કો. હિતેન્દ્રસિંહ નારસિંહને સચોટ બાતમી મળી હતી કે આરોપી મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લા ખાતે છે.
આ માહિતીના આધારે, પી.એસ.આઈ. શ્રી એસ.જે. જતની ટીમ તાત્કાલિક મધ્યપ્રદેશ રાજ્ય ખાતે તપાસમાં ગઈ હતી અને વોચ દરમિયાન આરોપીને મોજે. જનતા કોલોની, શીવ વિહાર કોલોની નજીક, તા.જી. ધાર (મધ્યપ્રદેશ) ખાતેથી શોધી કાઢીને હસ્તગત કરેલ. વધુ જરૂરી કાર્યવાહી માટે આરોપીને જરોદ પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.
સફળ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:
- શ્રી એસ.જે.જત, પોલીસ સબ ઇન્સપેક્ટર
- અ.સ.સ.ઇ. પ્રવિણ વસંતરાવ
- અ.હે.કો. અલ્પેશભાઇ જીવણભાઇ
- આ.પો.કો. હિતેન્દ્રસિંહ નારસિંહ
- અ.પો.કો. દિલીપસિંહ નટવરસિંહ
- આ.પો.કો.તુષારભાઇ અરવિંદભાઇ
- ડ્રા.હે.કો.અબ્દુલસમીર અબ્દુલકાદર (પેરોલ-ફર્લો સ્કવોર્ડ, વડોદરા ગ્રામ્ય)
- સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
