
ઓસ્ટ્રેલિયાએ બીજી T20Iમાં ભારતને હરાવી શ્રેણીમાં લીડ મેળવી
ઓસ્ટ્રેલિયાએ બીજી T20Iમાં ભારતને 4 વિકેટે હરાવ્યું
મેલબોર્ન. (ભારત ઓસ્ટ્રેલિયા બીજી T20I) ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં રમાયેલી બીજી T20I મેચમાં ભારતને ચાર વિકેટથી હરાવીને પાંચ મેચની T20I શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે.
વરસાદને કારણે પહેલી T20I રદ થયા બાદ, આ મેચમાં ભારતનો T20I માં જીતનો લાંબો ક્રમ પણ તૂટી ગયો.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. શુભમન ગિલ (5), સંજુ સેમસન (2), સૂર્યકુમાર યાદવ (1) અને તિલક વર્મા (0) સસ્તામાં આઉટ થતાં ભારતે 49 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જોશ હેઝલવુડે ભારતની ટોપ ઓર્ડર તોડી નાખ્યું હતું.
આ ગંભીર વિકેટ પતનની વચ્ચે, અભિષેક શર્મા (68 રન, 37 બોલ) અને હર્ષિત રાણા (35 રન, 33 બોલ)એ છઠ્ઠી વિકેટ માટે 56 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરીને ભારતીય ટીમને 18.4 ઓવરમાં 125 રન સુધી પહોંચાડી. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે ત્રણ અને એલિસ-બાર્ટલેટે બે-બે વિકેટ લીધી.
126 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ આક્રમક શરૂઆત કરી. ટ્રેવિસ હેડ (28) અને કેપ્ટન મિશેલ માર્શ (46)એ ઝડપી 87 રન ઉમેર્યા. ભારતીય બોલરોમાં બુમરાહ, કુલદીપ અને ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી, પરંતુ રન બચાવવા માટે સ્કોર પૂરતો નહોતો. ઓસ્ટ્રેલિયાએ 13.2 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો. ભારત માટે 2008 પછી આ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે આ પહેલી T20I હાર છે. હવે ત્રીજી T20I 2 નવેમ્બરે રમાશે.
દૈનિક પલના તમામ સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
