SG હાઈવે હિટ એન્ડ રન: રાજપથ રંગોલી રોડ પાસે બે હોમગાર્ડ જવાન ઘાયલ

SG હાઈવે હિટ એન્ડ રન: રાજપથ રંગોલી રોડ પાસે બે હોમગાર્ડ જવાન ઘાયલ

અમદાવાદ SG હાઈવે: હિટ એન્ડ રનમાં ૨ હોમગાર્ડ જવાન ઘાયલ, કારચાલક ફરાર

અમદાવાદ: શહેરના SG હાઈવે પર રાજપથ રંગોલી રોડ નજીક ૧૪ નવેમ્બરની મોડી રાત્રે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં ફરજ પર જઈ રહેલા બે હોમગાર્ડ જવાન ઘાયલ થયા છે.

સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન મંજૂરહુસેન અને તનવીર શેખ બાઇક પર પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન, એસ.પી. રિંગ રોડ તરફથી પૂર ઝડપે આવી રહેલી એક કારે પાછળથી તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને જવાન બાઇક સાથે રોડ પર પટકાયા હતા.

અકસ્માત બાદ કારચાલક પોતાનું વાહન રેલિંગમાં અથડાવીને ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. બૂમાબૂમ થતાં નજીકના પોઇન્ટ પર ઊભેલા અન્ય પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા બંને જવાનોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં જવાન તનવીર શેખને ગંભીર ઇજા પહોંચી છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અકસ્માત કરનાર કારચાલક નશાની હાલતમાં હોવાની શંકા છે. એટલું જ નહીં, આ કારચાલકે આ અકસ્માત પહેલા પણ રસ્તામાં ત્રણ શ્રમિકોને અડફેટે લીધા હતા, ત્યારબાદ બીજો અકસ્માત સર્જ્યો હતો.

સરખેજ પોલીસે આ અંગે ગુનો નોંધીને ફરાર કારચાલકને પકડવા અને તે નશાની હાલતમાં હતો કે કેમ, તે સહિતની દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. રોડ પર અકસ્માતના નિશાન સ્પષ્ટપણે જોવા મળી રહ્યા હતા.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )