
MVU ટીમે :ચુલડી ગીર ગામે MVU ટીમનું સફળ ગાય ઓપરેશન
MVU ટીમે ચુલડી ગીર ગામે ગાયનું કૅન્સર ઓપરેશન કર્યું
EMRI Green Health Serviceના Mobile Veterinary Unit (MVU) 1962 હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓને નિશુલ્ક અને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થઈ રહી છે. તાજેતરમાં આ સેવા દ્વારા જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના ચુલડી ગીર ગામે એક કૅન્સરગ્રસ્ત ગાયનું જીવન બચાવવામાં આવ્યું છે. ગામના ખેડૂત સયડા મહેશભાઈએ પોતાની ગાયના સિંગડાંમાં સમસ્યા જણાતાં 1962 MVU ટીમનો સંપર્ક કર્યો હતો. ગાયની સામાન્ય સારવાર માટે કૉલ કરાયેલો હોવા છતાં, ટીમે તપાસ દરમ્યાન ગંભીર લક્ષણો મળતાં કૅન્સર હોવાનું નિદાન કર્યું.
ગાયની હાલત જોખમભરી હોવાથી તાત્કાલિક સર્જરી કરવાની જરૂર જણાઈ. MVUની ગળુ ગામની ટીમ—ડૉ. રવિ મોરી, ડૉ. નિકુંજ સોલંકી, પાયલોટ કલ્પેશ ગીરી અને પાયલોટ સાગરભાઈ—એ સ્થળ પર જ ત્રણ કલાક લાંબું ઓપરેશન કર્યું. સર્જરી સફળ થતા ગાયને પીડામાંથી રાહત મળી અને તેનો જીવ બચ્યો.
આ સેવા સંપૂર્ણ નિશુલ્ક હોતાં ખેડૂત મહેશભાઈએ 1962 MVU ટીમનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ માટે આ પ્રકારની મોબાઇલ સેવા અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. MVUના પ્રોગ્રામ મેનેજર ડૉ. પ્રગનેશ સર અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સુફીયાન સરે ટીમની પ્રશંસા કરી અને તેને માનવતાભર્યો ઉત્તમ કાર્ય ગણાવ્યો.
ચુલડી ગીર ગામમાં બનેલી આ ઘટના MVU પ્રોજેક્ટની અસરકારકતા અને ગ્રામ્ય પશુચિકિત્સા સેવાઓની જરૂરિયાતનું સ્પષ્ટ ઉદાહરણ બની છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
