પાલિતાણામાં અનધિકૃત મંડપ પર નગરપાલિકાની કાર્યવાહિ

પાલિતાણામાં અનધિકૃત મંડપ પર નગરપાલિકાની કાર્યવાહિ

પાલિતાણામાં મંડપ-કમાનો દંડ: નગરપાલિકાની સખત કાર્યવાહી

પાલિતાણામાં જાહેર માર્ગ પર અનધિકૃત મંડપ અને કમાનો ઉભાં કરીને માર્ગ વ્યવસ્થા ખોરવી દેવાના બનાવ સામે નગરપાલિકાએ સખ્ત કાર્યવાહી કરી છે. તળેટી રોડ, જે શહેરમાં યાત્રાળુઓની સતત અવરજવર ધરાવે છે, ત્યાં આવેલી કસ્તુરધામ જૈન ધર્મશાળા અને ગજભવર જૈન ધર્મશાળાએ મંજૂરી લીધા વગર જ મોટા કદના મંડપ અને કમાનો ઊભાં કર્યાં હતા. આ માળખાં માર્ગને સંકુચિત કરતા હતા, જેના કારણે વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો અને સ્થાનિકો સહિત યાત્રાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

જાહેર માર્ગ પર દબાણ અને નિયમોના ભંગ વિષેની ફરિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર આર.પી. સોલંકીના ધ્યાનમાં આવતા તેમણે તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. નગરપાલિકાની ટીમે બંને ધર્મશાળાઓના ડ્રેનેજ કનેક્શન કાપી નાખ્યા હતા, જેથી ભવિષ્યમાં આવા અનધિકૃત માળખાં ન ઉભાં થાય. સાથે જ બંને સંસ્થાઓને એક-એક લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ પગલાં બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચા ફાટી નીકળી છે. ઘણા લોકોએ નગરપાલિકાના ઝડપી અને કડક વલણને વખાણ્યું છે, કારણ કે અનધિકૃત માળખાં વારંવાર ટ્રાફિક તકલીફોનું કારણ બને છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે નિયમિત લેવાતી રહેવી જોઈએ જેથી શહેરની માર્ગ વ્યવસ્થા વ્યવસ્થિત અને સુરક્ષિત રહે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )