
મોડાસામાં પત્રકારનું બાઈક ઉઠાંતરીથી ગાયબ, સુરક્ષાએ સવાલ
મોડાસામાં પત્રકારના બાઈકની ઉઠાંતરી: શહેરની સુરક્ષા વ્યવસ્થા ચર્ચામાં
મોડાસામાં પત્રકાર: મોડાસા શહેરમાં સુરક્ષા વ્યવસ્થા ફરી એકવાર ચર્ચામાં આવી છે. ભેરૂન્ડા રોડ પર આવેલી મન્નત પાર્ક સોસાયટીમાં રહેતા પત્રકાર સલીમ પટેલના ઘરની બહારથી બાઈક ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો છે. સલીમ પટેલે પોતાના TVS Radeon બાઈક (GJ-31-K-7693) ને રોજની જેમ ઘરની બહાર પાર્ક કર્યું હતું. પરંતુ મોડી રાત્રે અજાણ્યા તસ્કરો તકનો લાભ લઈ બાઈક ઉચકી ભાગી છૂટ્યા.
સવારે બાઈક ગાયબ દેખાતા સલીમ પટેલે સૌપ્રથમ આસપાસ ચકાસણી કરી. પરંતુ કોઈ સીસીટીવી કે શંકાસ્પદ હિલચાલ જોવા મળી નહીં. અંતે રજૂઆત કરવામાં આવી. આ ઘટના સામાન્ય ચોરી કરતાં વધુ ગંભીર બની જાય છે, કારણ કે તે શહેરના પત્રકારના રહેઠાણે બની છે. સામાન્ય નાગરિકો બાદ હવે મીડિયા ક્ષેત્રે કામ કરતા લોકો પણ સુરક્ષિત નથી તેવું સ્પષ્ટ થાય છે.
મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક મહિનાથી ઉઠાંતરી અને વાહન ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. પત્રકારના ઘર પાસેથી જ બાઈક ઉઠાઈ જવાથી તસ્કરોની હિંમત અને શહેરની નબળી સુરક્ષા બંને પ્રશ્નચિહ્ન બની છે. સ્થાનિક રહીશોએ રાત્રિ પેટ્રોલિંગ, સીસીટીવી સર્વેલન્સ અને ગલી-માર્ગોની સુરક્ષા મજબૂત કરવાની માંગ ઉઠાવી છે.
આ ઘટનાએ આખા વિસ્તારમાં અસુરક્ષા અને ચિંતા ફેલાવી છે. લોકો હવે પોતાની સંપત્તિને લઈને વધુ સતર્ક બનવાનું કહેતા જોવા મળી રહ્યા છે. શહેરમાં વધતી આવી ઘટનાઓ સામે અસરકારક પગલાં લેવાની જરૂરિયાત વધુ બળવા લાગી છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
