પંચમહાલ: કુખ્યાત બુટલેગર રોનક બારીયા પાસા હેઠળ જેલહવાલે

પંચમહાલ: કુખ્યાત બુટલેગર રોનક બારીયા પાસા હેઠળ જેલહવાલે

ગોધરા: રતનપુરના બુટલેગર રોનક બારીયા સામે પાસા, રાજકોટ જેલ

પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા દારૂની હેરાફેરી પર અંકુશ લાવવા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) સક્રિય બની છે. ગોધરા પંથકમાં બેફામ બનેલા બુટલેગરો સામે પોલીસે હવે પાસા (PASA) નું શસ્ત્ર ઉગામવાનું શરૂ કર્યું છે.

આ કડીમાં ગોધરા તાલુકાના રતનપુર (કાંટડી) ગામનો કુખ્યાત બુટલેગર રોનકકુમાર ઉર્ફે રોનકો રતનસિંહ બારીયા પોલીસ રડારમાં હતો. આ શખ્સ સામે કાંકણપુર પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના વેચાણ અને હેરાફેરીના કુલ ત્રણ ગુના નોંધાયેલા હતા. સામાન્ય કાર્યવાહીથી ન ગાંઠતા આ બુટલેગરની પ્રવૃત્તિઓ સમાજ માટે જોખમી બની રહી હતી.

તેથી, એલસીબીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર આર.એ. પટેલે તેની વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અજય દહિયાને રિપોર્ટ કર્યો હતો. કલેક્ટરે બુટલેગરની ગુનાહિત ઈતિહાસને ધ્યાનમાં રાખીને તેની અટકાયત કરવાનો હુકમ કર્યો હતો.

આ હુકમ મળતા જ એલસીબીની ટીમે ખાનગી બાતમીદારો અને વોચ ગોઠવીને રોનક બારીયાને તેના વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. તેની અટકાયત બાદ જરૂરી મેડિકલ અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસની આ ત્વરિત અને કડક કાર્યવાહીને પગલે જિલ્લાના અન્ય નાના-મોટા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દારૂના દૂષણને કોઈપણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )