RMC ગાર્બેજ કલેક્શનમાં ભેદભાવ, સ્વચ્છતા અભિયાન ફેલ

RMC ગાર્બેજ કલેક્શનમાં ભેદભાવ, સ્વચ્છતા અભિયાન ફેલ

 

RMC ગાર્બેજ કલેક્શનમાં ભેદભાવ, સ્વચ્છતા અભિયાન ફેલ

રાજકોટ ગાર્બેજ કલેક્શન: રાજકોટ મહાનગરપાલિકા (RMC) ની ગાર્બેજ કલેક્શનની સેવામાં સ્પષ્ટ બેવડી નીતિ જોવા મળી રહી છે, જેને કારણે શહેરની સ્વચ્છતા ઝુંબેશ માત્ર એક ‘તૂત’ બનીને રહી ગઈ છે.

શહેરીજનો પાસેથી ગાર્બેજ કલેક્શનનો ટેક્સ વસૂલવામાં આવતો હોવા છતાં, શહેર આજે પણ કચરામુક્ત થઈ શક્યું નથી અને ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે.

અધિકારીઓ અને પદાધિકારીઓ ગ્રાઉન્ડ પર નક્કર કામગીરી કરવાને બદલે, માત્ર સ્વચ્છતામાં અગ્રીમ નંબર મેળવવા માટે કાગળ પર સુંદર ચિત્ર (રાજકોટ ગાર્બેજ કલેક્શન)ઉપસાવવાના ખેલ કરી રહ્યા છે.

ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં ‘વિસ્તાર મુજબની‘ નીતિ:

શહેરમાં ટીપરવાન દ્વારા કચરા એકઠો કરવાની પદ્ધતિમાં વિસ્તાર મુજબ ભેદભાવ જોવા મળે છે:

  • શ્રીમંત અને રાજનેતાઓના વિસ્તારમાં: ટીપરવાનનો કર્મચારી નીચે ઉતરીને દરેક ઘરની ડેલી પાસે રાખેલી ટોપલી ઉઠાવે છે, કચરો વાહનમાં ઠાલવે છે અને ટોપલી પાછી ફળિયામાં મૂકી જાય છે.
  • પછાત અને મધ્યમવર્ગીય વિસ્તારમાં: ટીપરવાનનો કર્મચારી નક્કી કરેલા ચોકમાં ઊભો રહે છે અને માત્ર વ્હિસલ વગાડે છે. મહિલાઓએ પોતાના તમામ કામ પડતા મૂકી, કચરા ટોપલી સાથે દોટ મૂકીને પોતાની જાતે કચરો વાહનમાં ઠાલવવો પડે છે.

જો મહિલાઓને વ્હિસલ સાંભળીને પહોંચવામાં મોડું થાય તો ટીપરવાન રાહ જોયા વિના જતી રહે છે. આ કારણે મહિલાઓ મજબૂરીમાં નજીકના કોઈપણ સ્થળે કચરો ફેંકીને પરત ફરે છે.

મહાનગરપાલિકા ગાર્બેજ કલેક્શન માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, પરંતુ આવી બેવડી નીતિને કારણે નક્કર પરિણામ મળતું નથી અને સ્વચ્છતાની બાબતે શહેરીજનોમાં સંપૂર્ણ સંતોષ નથી.

 

જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )