વડોદરા LCB દ્વારા ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ ઇકો કાર ચોર ઝડપાયો

વડોદરા LCB દ્વારા ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ ઇકો કાર ચોર ઝડપાયો

વડોદરા LCB દ્વારા રીઢા ઇકો કાર ચોરની ધરપકડ

વડોદરા LCB , ૧૨ નવેમ્બર, ૨૦૨૫ — વડોદરા ગ્રામ્ય પોલીસને મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવાના અભિયાનમાં શ્રી આર.વી. અસારી, ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ ના માર્ગદર્શન હેઠળ જ્વલંત સફળતા મળી છે.

શ્રી સુશિલ અગ્રવાલ, પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત LCB એ આ સિદ્ધિ હાંસલ કરી છે. આ ઓપરેશનમાં ગુનેગારો પર સતત વોચ રાખવા માટે “મેન્ટર પ્રોગ્રામ” પણ અમલમાં છે.

શ્રી કે.આર. સિસોદીયા, પોલીસ ઇન્સ્પેકટરશ્રી, એલ.સી.બી. વડોદરા ગ્રામ્ય ની સૂચનાથી, ગઈકાલ તા. ૧૧/૧૧/૨૦૨૫ ની સાંજે LCB ટીમ વાઘોડિયા ટાઉનમાં પેટ્રોલીંગ કરી રહી હતી.

આ દરમ્યાન, LCB ટીમના આ.હે.કો. મેહુલસિંહ અનોપસિંહ અને આ.હે.કો. વિજયભાઇ પુનમભાઇને ચોક્કસ બાતમી મળી હતી કે, રીઢો ગુનેગાર રાહુલ ઉર્ફે કીશુ પ્રભાતભાઇ વસાવા ચોરી કરેલ સફેદ મારુતિ ઇકો ગાડી (નંબર GJ 06 BV 8851) સાથે વાઘોડિયા ટાઉન બસ સ્ટેશન પાસે ઉભો છે. LCB ટીમે તુરંત ત્વરિત કાર્યવાહી કરીને આ ઇસમને ગાડી સાથે ઝડપી પાડ્યો હતો.

કડક પૂછપરછમાં, પેન્શનપુરા, ફતેગંજ, વડોદરા શહેર ખાતે રહેતા આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે આ ઇકો ગાડી ચારેક દિવસ પહેલા વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાંથી ચોરી કરેલ હતી. આ અંગે ફતેગંજ પો.સ્ટે. માં ઈ-ફરિયાદ નોંધાયેલ હોવાનું જણાયું છે.

પોલીસે ચોરી થયેલ ઇકો ગાડી (કિ.રૂ. ૭,૫૦,૦૦૦/-) અને બે મોબાઇલ ફોન (કિ.રૂ. ૧૫,૦૦૦/-) મળી કુલ ₹ ૭,૬૫,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી રાહુલ ઉર્ફે કીશુ પ્રભાતભાઇ વસાવા અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. આ કાર્યવાહીથી વડોદરા ગ્રામ્ય પોલીસે ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે.

 

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )