સૌરાષ્ટ્રમાં ઠંડી ગાયબ, ડિસેમ્બરમાં ફરી કમોસમી વરસાદના એંધાણ.

સૌરાષ્ટ્રમાં ઠંડી ગાયબ, ડિસેમ્બરમાં ફરી કમોસમી વરસાદના એંધાણ.

ધાબડીયું વાતાવરણ: સૌરાષ્ટ્રમાં ઠંડી ગાયબ, ડિસેમ્બરમાં માવઠાની આગાહી.

સૌરાષ્ટ્રમાં ઠંડી ગાયબ :સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સતત ચોથા દિવસે પણ વાદળછાયું (ધાબડીયું) વાતાવરણ યથાવત રહ્યું છે. મોટા ભાગનાં સ્થળોએ લઘુતમ તાપમાનનો પારો ૧૫ થી ૨૧ ડિગ્રી વચ્ચે ઊંચો રહેતા ઠંડીનો અનુભવ સાવ ગાયબ થયો છે. આજે રાજકોટમાં ૧૮.૬, પોરબંદરમાં ૨૧, ભાવનગરમાં ૨૦.૬ અને અમદાવાદમાં ૨૦.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું. જામનગરમાં ૧૯ ડિગ્રી તાપમાન અને ૭૨ ટકા ભેજને કારણે સવારથી ગરમીનો અનુભવ અને ધુંધળુ પરોઢ જોવા મળ્યું.

આ અસામાન્ય વાતાવરણથી સોરઠ જિલ્લાના ખેડૂતોની ચિંતા વધી છે. આકાશમાં વાદળો છવાયેલા રહેતાં રવિ પાકમાં જીરૂ, ધાણા અને ઘઉંના પાકને રોગ અને નુકસાની થવાની ભીતિ છે.

ખેડૂતોની કળ હજુ માવઠામાંથી વળી નથી ત્યાં જ હવામાન વિભાગે આગામી ડિસેમ્બરમાં બે વખત કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને ૭ થી ૧૨ ડિસેમ્બર અને ૨૫ થી ૨૬ ડિસેમ્બરના માવઠાની આફત આવી શકે છે. હાલ રવિ પાકનું વાવેતર જોરમાં ચાલી રહ્યું છે, ત્યારે આ કમોસમી વરસાદની સંભાવના જગતના તાત માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે અને પાકને નુકસાન થવાનો ડર છે.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )