ડ્રાય સ્ટેટ :ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ: પરમિટ વગર પીવાની મંજૂરી

ડ્રાય સ્ટેટ :ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ: પરમિટ વગર પીવાની મંજૂરી

ડ્રાય સ્ટેટ :ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટી છૂટછાટ: હવે નહીં જોઈએ પરમિટ

ગાંધીનગરના ગિફ્ટ સિટીને વૈશ્વિક નાણાકીય કેન્દ્ર બનાવવાના બહાને ગુજરાત સરકારે દારૂબંધીના કાયદાના કટકા કરી નાખ્યા છે. તાજેતરમાં જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, હવે ગુજરાત બહારના પ્રવાસીઓ માટે પરમિટ લેવાની જંજટ ખતમ કરી દેવામાં આવી છે. કોઈપણ વિદેશી કે અન્ય રાજ્યનો વ્યક્તિ માત્ર પોતાનું ઓળખપત્ર બતાવીને ગિફ્ટ સિટીમાં શરાબની મજા માણી શકશે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે સરકાર હવે ગુજરાતના ‘ડ્રાય સ્ટેટ’ ના ટેગને ધીમે ધીમે હટાવવાની પેરવી કરી રહી છે.

સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, અત્યાર સુધી જે દારૂ બંધ રૂમો કે નિર્ધારિત વિસ્તારો પૂરતો સીમિત હતો, તેને હવે હોટલની ટેરેસ, બગીચા અને સ્વિમિંગ પૂલ સુધી લઈ જવાની મંજૂરી આપી દેવાઈ છે. એક પરમિટ ધારક ૨૫ મહેમાનોને લાવી શકશે, જેનો અર્થ એ થયો કે ગિફ્ટ સિટીમાં હવે ખુલ્લેઆમ દારૂની પાર્ટીઓ યોજાશે. ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ ભલે તેને ઓલિમ્પિક્સ કે ઇન્ટરનેશનલ હબ માટે જરૂરી ગણાવતા હોય, પણ સામાન્ય ગુજરાતી માટે આ આઘાતજનક સમાચાર છે.

શું આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટી પૂરતી જ સીમિત રહેશે? આ એક એવો સવાલ છે જે દરેક નાગરિકને સતાવી રહ્યો છે. સરકાર દારૂબંધીના કડક અમલની વાતો કરે છે અને બીજી તરફ હાઈપ્રોફાઈલ વિસ્તારોમાં જામ પીરસવાની વ્યવસ્થા કરે છે. શું કાયદો માત્ર ગરીબો માટે જ છે? ૨૧ વર્ષની ઉંમરના યુવાનોને આ નિર્ણયથી ખોટો સંદેશ જશે. વિકાસના નામે સંસ્કારોનું આ ચીરહરણ છે. રિપોર્ટર હસમુખભાઈ નાયકના જણાવ્યા મુજબ, સરકારની આ બેધારી નીતિ આગામી સમયમાં મોટા રાજકીય વિવાદનું કારણ બનશે. જો આવી જ રીતે છૂટછાટો અપાતી રહી, તો ગુજરાતની ઓળખ સમાન દારૂબંધીનો કાયદો માત્ર પુસ્તકોમાં જ રહી જશે.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )