ગુજરાત: હવે Google Pay-PhonePe થી ભરો ટ્રાફિક દંડ

ગુજરાત: હવે Google Pay-PhonePe થી ભરો ટ્રાફિક દંડ

ટ્રાફિક દંડ ભરવો સરળ: Google Pay થી ભરો ઈ-ચલણ, 90 દિવસની ડેડલાઈન

ગુજરાત રાજ્યમાં ટ્રાફિક નિયમન અને દંડ વસૂલાતની પ્રક્રિયાને હાઈટેક બનાવવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા નાગરિકોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવેથી ટ્રાફિક નિયમ ભંગ બદલ મળતા ઈ-ચલણ (ઈ-મેમો) ની રકમ ગુગલ-પે (Google Pay), ફોન-પે (PhonePe), ભીમ (BHIM) અને યોનો (Yono) જેવી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) આધારિત એપ્લિકેશન્સ દ્વારા સ્વીકારવામાં આવશે.

અગાઉ ૨૦૨૩થી નેટ બેંકિંગ અને કાર્ડ દ્વારા પેમેન્ટની સુવિધા હતી, પરંતુ UPI ના વધતા જતા ઉપયોગને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરાયો છે. આ નવી પહેલને નાગરિકોએ વધાવી લીધી છે, કારણ કે માત્ર ૧લી ઓક્ટોબરથી ૨૪ નવેમ્બર, ૨૦૨૫ સુધીના ટૂંકા ગાળામાં જ ૧૮.૦૫ લાખ રૂપિયાનો દંડ આ માધ્યમથી ભરાઈ ચૂક્યો છે.

૯૦ દિવસની ડેડલાઈન ચૂકતા નહીં: આ સુવિધા જેટલી સરળ છે, તેટલી જ સતર્કતા પણ જરૂરી છે. વાહનચાલકોએ ખાસ નોંધવું કે આ ઓનલાઇન પેમેન્ટની સુવિધા ઈ-ચલણ જનરેટ થયાના માત્ર ૯૦ દિવસ સુધી જ મળશે. જો ૯૦ દિવસમાં દંડ ન ભર્યો, તો સિસ્ટમ આપમેળે તે ચલણને ‘વર્ચ્યુઅલ કોર્ટ’માં ટ્રાન્સફર કરી દેશે. એકવાર મેમો કોર્ટમાં ટ્રાન્સફર થયા બાદ, નાગરિકો ફોન-પે કે ગુગલ-પે જેવી સરળ રીતોથી દંડ ભરી શકશે નહીં અને તેમણે કોર્ટની જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

દંડ ભરવા માટે તમારી પેમેન્ટ એપમાં ‘બિલ પેમેન્ટ’ સેક્શનમાં જઈ ‘સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગુજરાત’ સર્ચ કરી પેમેન્ટ કરી શકાશે. તંત્ર દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે કોર્ટની કાર્યવાહીથી બચવા માટે પેન્ડિંગ મેમો તાત્કાલિક ક્લિયર કરી દેવા.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )