
ગીર સોમનાથ માં ગીતાંશ–સુભાષિત કંઠપાઠ સ્પર્ધા સફળ
ગીર સોમનાથ જિલ્લામાં ગીતાંશ અને સુભાષિત સ્પર્ધાનું આયોજન
ગીર સોમનાથ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરની પ્રેરણાથી કોડીનાર સ્થિત ભ. ભા. વિદ્યાલયમાં શ્રીમદ્ ભગવદ ગીતા યોજના અંતર્ગત ગીતાંશ અને સુભાષિત કંઠપાઠ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું. 24 નવેમ્બર 2025 ના રોજ યોજાયેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.
કાર્યક્રમની શરૂઆત આચાર્ય હરિસિંહ દાહીમાંના સ્વાગત વક્તવ્યથી થઈ. વિશેષ અતિથિ તરીકે બીટ કેળવણી નિરીક્ષક દુધરેજીયા કાર્યક્રમે હાજરી આપી. બાલવાટિકા થી અનુસ્નાતક સ્તરના વિદ્યાર્થીઓએ વિવિધ અધ્યાયોનો કંઠપાઠ, શ્લોકગાન અને સંપૂર્ણ ગીતાનું પાઠ એક બાદ એક રજૂ કરતા સભાખંડ અધ્યાત્મિક વાતાવરણમાં રંગાયો.
કુમારી રાયસિંહભાઈ ઝાલાએ અધ્યાય 12 નું પઠન ઉત્તમ રીતે રજૂ કર્યું. દક્ષ અરુણભાઈ લાખણોત્રાએ અધ્યાય 12, 15 અને 16 ના શ્લોકો ગાન સ્વરૂપે રજૂ કર્યા. જવાહર નવોદય વિદ્યાલયની મૈત્રી વાજાએ તો પૂરી ભગવદ ગીતાનું કંઠપાઠ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા. અરણેજ પ્રાથમિક શાળાના કાંતિભાઈ પઢીયારે પણ નોંધપાત્ર પ્રસ્તુતિ આપી.
નિર્ણાયક મંડળ તરીકે સંસ્કૃત શિક્ષકો કુલદીપ મહેતા અને કુસુમ નકુમએ નિષ્ઠાપૂર્વક સેવા બજાવી. સમગ્ર આયોજન આચાર્ય દાહીમાંના માર્ગદર્શન હેઠળ ડૉ. જિજ્ઞાબેન મોરીના પરિશ્રમથી સફળ રહ્યું.
આ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા, ધાર્મિક મૂલ્યો અને આધ્યાત્મિક સાહિત્ય પ્રત્યે રસ જાગી રહ્યો છે જે શિક્ષણ ક્ષેત્ર માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
