વડોદરામાં લોન મંજૂરીના બહાને છેતરપિંડી ગેંગ પકડી

વડોદરામાં લોન મંજૂરીના બહાને છેતરપિંડી ગેંગ પકડી

વડોદરામાં લોન છેતરપિંડી ગેંગ પકડી, 3 યુવક ઝડપાયા

વડોદરામાં લોન: વડોદરાના કલાલી ચાપટ રોડ પર આવેલા વિન્ટેજ બંગલામાંથી વિદેશી નાગરિકોને લોન મંજૂરીના બહાને છેતરતી ગેંગનો પદાફાસ થયો છે. ટીમને બાતમી મળી હતી કે કેટલાક વ્યક્તિઓ ઇન્ટરનેશનલ કોલ દ્વારા વિદેશી નાગરિકો સાથે લોન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયાની ખોટી માહિતી આપી છેતરપિંડી ચલાવી રહ્યા છે. રેડ દરમિયાન ત્રણ યુવકો ફોન પર લોન સંબંધી વાતચીત કરતા મળી આવ્યા હતા.

આરોપીઓ ‘પ્રોસ્પર ફાયનાન્સ કંપની’ના કર્મચારી તરીકે ઓળખ આપી પીડિતોને તેમની ડેબિટ કાર્ડ વિગતો શેર કરવા પ્રેરતા હતા. ત્યારપછી મેળવનાર રકમને ક્રિપ્ટો કરન્સી USDTમાં પરિવર્તિત કરી આંગડિયા મારફતે હસ્તગત કરવામાં આવી રહી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે ટોળકીએ ફાયનાન્સ કંપનીના નામે ખોટા એગ્રીમેન્ટ અને દસ્તાવેજો બનાવી વધુ લોકોને છેતરવાનો પ્રયત્ન કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ટીમે છ મોબાઈલ ફોન, એક લેપટોપ અને રાઉટર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પ્રારંભિક માહિતી પરથી કેસ નોંધાયો છે અને તપાસ દરમિયાન ફર્જી દસ્તાવેજો બનાવવાના પુરાવા મળતા વધારાની કલમોનો સમાવેશ થયો છે. નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ અજાણ્યા કોલર દ્વારા લોન મંજૂર થવાની માહિતી આપવામાં આવે, તો તેની સત્યતા ચકાસ્યા વગર કોઈ વિગતો શેર ન કરે. જો કોઈ પણ સાયબર છેતરપિંડીનો ભોગ બને તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા નેશનલ હેલ્પલાઇન 1930નો સંપર્ક કરવા અનુરોધ છે.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )