
રાજકોટમાં ટ્રાફિક બ્રાન્ચની અણઆવડતથી જીવલેણ અકસ્માતો
ટ્રાફિક બ્રાન્ચની અણઆવડતથી રાજકોટમાં 7 મોત, AAPની રજુઆત
રાજકોટમાં ટ્રાફિક બ્રાન્ચની અણઆવડતને કારણે શહેરમાં જીવલેણ અકસ્માતોની ચેન ચાલી રહી છે. આમ આદમી પાર્ટીએ પોલીસ કમિશ્નરને કરેલી રજુઆતમાં જણાવાયું છે કે, શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન દિવસેને દિવસે વિકટ બનતો જાય છે અને છેલ્લા સાત દિવસમાં સાત માનવજીવન માર્ગ અકસ્માતોમાં ગુમાવાયા છે.
રજુઆતમાં જણાવાયું છે કે, ટ્રાફિક બ્રાન્ચના સ્ટાફની અણઆવડત અને બેદરકારીને કારણે શહેરના દરેક ચોકમાં ટ્રાફિક જામ સામાન્ય બન્યો છે. ટ્રાફિક વોર્ડનને હવાલો સોંપવામાં આવ્યો છે પરંતુ તે લોકો નિયમન કરતાં વધુ મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોવાનું લોકોનું કહેવું છે.
છેલ્લા સાત દિવસમાં કુવાડવા જીઆઇડીસી, આણંદપર, લોહાનગર, રૈયા રોડ, વિજય પ્લોટ, યુનિવર્સિટી રોડ અને કાલાવડ રોડ નજીક થયેલા અકસ્માતોમાં સાત લોકોના મોત થયા છે, જેમાં વિદ્યાર્થીઓથી લઈને પરિવારના આધારસ્તંભ સુધીના લોકો સામેલ છે.
આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે, પોલીસ તંત્ર અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી રહ્યું છે પરંતુ ટ્રાફિક વ્યવસ્થા બેદરકાર બની ગઈ છે. જો તંત્ર તરત જ કાર્યવાહી નહીં કરે તો રાજકોટમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા આમ આદમી પાર્ટી આંદોલન કરશે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
