FASTag નવો નિયમ: ૧૫ નવેમ્બરથી માન્ય ફાસ્ટેગ વિના રોકડમાં બમણી ટોલ ફી, UPI ચુકવણી પર રાહત

FASTag નવો નિયમ: ૧૫ નવેમ્બરથી માન્ય ફાસ્ટેગ વિના રોકડમાં બમણી ટોલ ફી, UPI ચુકવણી પર રાહત

ફાસ્ટેગ નિયમોમાં ફેરફાર: ૧૫ નવેમ્બરથી માન્ય ફાસ્ટેગ વિના રોકડ ચુકવણી પર બમણી ટોલ ફી, UPI પર રાહત

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ વસૂલાતને વધુ મજબૂત કરવા અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે ફાસ્ટેગ (FASTag) ને લગતા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ નવો નિયમ ૧૫ નવેમ્બરથી અમલમાં આવશે.

નવા નિયમ મુજબ, જો કોઈ વાહન માન્ય અને સક્રિય ફાસ્ટેગ વિના ટોલ પ્લાઝા પાર કરશે અને રોકડમાં (Cash) ચુકવણી કરશે, તો તેની પાસેથી તે વાહન શ્રેણી માટે લાગુ પડતી ફી કરતાં બમણી (Double) ટોલ ફી વસૂલવામાં આવશે. જોકે, જો મુસાફર UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) નો ઉપયોગ કરીને ચુકવણી કરશે, તો તેણે લાગુ ફીના માત્ર ૧.૨૫ ગણા જ ચૂકવવા પડશે. આ ફેરફાર ડિજિટલ ચુકવણી તરફ લોકોને વાળવા માટે પ્રોત્સાહનરૂપ છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ ફેરફારોનો હેતુ ટોલ વસૂલાતમાં પારદર્શિતા લાવવાનો અને પ્રવાસીઓ માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરીને સરળ બનાવવાનો છે.

આ ઉપરાંત, સરકારે ૧૫ ઓગસ્ટથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતા લોકો માટે વાર્ષિક FASTag પાસ પણ શરૂ કર્યો છે. આ પાસની કિંમત ₹૩,૦૦૦ છે અને તે એક વર્ષ માટે માન્ય છે. વપરાશકર્તાઓ આ પાસનો ઉપયોગ ૨૦૦ વખત ટોલ પાર કરવા માટે કરી શકે છે, જેનાથી ટોલ પાર કરવાનો ખર્ચ લગભગ ₹૧૫ ઓછો થશે અને ટોલ પ્લાઝા પરની ભીડ પણ ઓછી થશે.

ફાસ્ટેગ વાર્ષિક પાસ સંબંધિત બધા પ્રશ્નોના જવાબો જાણીશું…

પ્રશ્ન -1: FASTag પહેલેથી જ છે, તો પછી આ પાસની શું જરૂર છે?
જવાબ -FASTag સાથે, જ્યારે પણ તમે ટોલ પાર કરો છો ત્યારે પૈસા કાપવામાં આવે છે, પરંતુ આ વાર્ષિક પાસ સાથે, તમે એક વાર 3,000 રૂપિયા ખર્ચ કરીને વર્ષમાં 200 ટોલ પાર કરી શકશો. એક ટોલનો સરેરાશ ખર્ચ 15 રૂપિયા થશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વારંવાર મુસાફરી કરતા લોકો માટે આ આર્થિક છે.18 જૂને તેના લોન્ચની જાહેરાત કરતી વખતે કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું હતું કે આટલા બધા ટોલ પાર કરવા માટે લગભગ 10,000 રૂપિયાનો ખર્ચ થાય છે, હવે આ કામ ફક્ત 3,000 રૂપિયામાં થશે.

પ્રશ્ન -2 શું સરકાર તરફથી વાર્ષિક પાસ લેવો ફરજિયાત છે?
જવાબ -વાર્ષિક પાસ લેવો ફરજિયાત નથી. તમે હાલના ફાસ્ટેગનો ઉપયોગ ચાલુ રાખી શકો છો. આના પર કોઈ પ્રતિબંધ નથી. કોઈ વધારાનો ચાર્જ નથી.

પ્રશ્ન -3 આ પાસ બધા પ્રકારના હાઇવે પર માન્ય છે?
જવાબ – ના, આ પાસ દેશના બધા હાઇવે પર કામ કરશે નહીં.

આ રોડ પર આ પાસ કામ માં આવશે

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) અને રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય (MoRTH) દ્વારા સંચાલિત નેશનલ હાઇવે (NH) અને નેશનલ એક્સપ્રેસવે (NE) પર માન્ય રહેશે. જેમ કે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે, ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે (KGP), દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે, વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે.

આ રોડ પર આ પાસ કામ કરશે નહિ
રાજ્ય ધોરીમાર્ગો, મ્યુનિસિપલ ટોલ રોડ અથવા ખાનગી એક્સપ્રેસ વે જેમ કે યમુના એક્સપ્રેસ વે, મુંબઈ-પુણે એક્સપ્રેસ વે અથવા આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે. આ સ્થળોએ, સામાન્ય FASTagનો ઉપયોગ કરીને ટોલ ચૂકવવો પડશે.

પ્રશ્ન -4 આ માટે નવો FASTag ખરીદવો પડશે?
જવાબ – નવો FASTag ખરીદવાની કોઈ જરૂર નથી. આ પાસ ફક્ત તમારા હાલના FASTag પર જ સક્રિય થશે. હા, આ માટે કેટલીક જરૂરી શરતો છે જેમ કે હાલનો FASTag સક્રિય હોવો જોઈએ, બ્લેકલિસ્ટેડ ન હોવો જોઈએ અને વાહન નોંધણી નંબર (VRN) સાથે લિંક હોવો જોઈએ. આ પાસ ચેસિસ નંબર પર નોંધાયેલા FASTag પર સક્રિય થશે નહીં.

પ્રશ્ન -5 FASTag વાર્ષિક પાસ ક્યાંથી ખરીદી શકાશે?
જવાબ -હાઇવે મુસાફરી મોબાઈલ એપ દ્વારા અથવાતો NHAI ની સત્તાવાર વેબસાઈટ

પ્રશ્ન -6 શું આ પાસનો ઉપયોગ બીજા વાહન માટે થઈ શકે છે?
જવાબ – આ પાસ ટ્રાન્સફરેબલ નથી. એટલે કે, તે ફક્ત તે વાહન માટે માન્ય રહેશે જેના રજીસ્ટ્રેશન નંબર અને FASTag સાથે તે સક્રિય થયેલ છે. જો તેનો ઉપયોગ અન્ય કોઈ વાહનમાં કરવામાં આવે છે, તો પાસ નિષ્ક્રિય થઈ શકે છે અને પૈસા પરત કરવામાં આવશે નહીં.

પ્રશ્ન -7 વાર્ષિક પાસ કયા વાહનો માટે માન્ય છે?
જવાબ – નવો ફાસ્ટટેગ ખરીદવાની કોઈ જરૂર નથી. આ પાસ ફક્ત તમારા હાલના FASTag પર જ સક્રિય થશે. હા, આ માટે કેટલીક જરૂરી શરતો છે જેમ કે હાલનો FASTag સક્રિય હોવો જોઈએ, બ્લેકલિસ્ટેડ ન હોવો જોઈએ અને વાહન નોંધણી નંબર (VRN) સાથે લિંક હોવો જોઈએ. આ પાસ ચેસિસ નંબર પર નોંધાયેલા FASTag પર સક્રિય થશે નહીં.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )