Rain Update :સાવરકુંડલામાં કમોસમી વરસાદ: પાક નુકસાન

Rain Update :સાવરકુંડલામાં કમોસમી વરસાદ: પાક નુકસાન

Rain Update :સાવરકુંડલાના ગાધકડામાં કમોસમી માવઠું

Rain Update :સાવરકુંડલા તાલુકાના ગાધકડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ખાબકેલા કમોસમી માવઠાના (Late maturing) ખેડૂતોની કમર તોડી નાખી છે. અણધાર્યા વાતાવરણના પલટાને કારણે ભારે માવઠું થતાં ખેતરોમાં ઉભેલો મગફળી, કપાસ અને શાકભાજીનો તૈયાર પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બનતા જગતના તાત પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે અનેક સ્થળોએ ઉભો પાક સડી જવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોની ખરીફ અને શિયાળુ પાક માટેની તમામ આશા પર પાણી ફરી વળ્યું છે.

કમોસમી માવઠાના કારણે ખેડૂતોને બેવડો માર પડ્યો છે. એક તરફ મોંઘા બિયારણ, ખાતર અને દવાઓનો ખર્ચ માથે પડ્યો છે, જ્યારે બીજી તરફ તૈયાર પાકનો કોળિયો છીનવાઈ જતાં આવકનું કોઈ સાધન રહ્યું નથી. અનેક ખેડૂતોને બેંકો અને સહકારી મંડળીઓમાંથી લીધેલી લોન ભરવાની મોટી ચિંતા સતાવી રહી છે, જેના કારણે અનેક ખેડૂત પરિવારોની હાલત દયનીય બની છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂત આગેવાન રાજ્ય સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. ખેડૂતોની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:

  1. ઝડપી સર્વે: તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાક નુકસાનનો ઝડપી અને પારદર્શી સર્વે કરીને નુકસાનનું યોગ્ય આકલન કરવું.
  2. વળતર ચૂકવણી: અસરગ્રસ્ત ખેડૂતોને પાક વીમા યોજના તેમજ ઇનપુટ સહાય યોજના હેઠળ વહેલી તકે અને પૂરતું વળતર ચૂકવવું.
  3. આર્થિક સંકટમાંથી બહાર લાવો: સરકારી સહાય એક માત્ર આશાનું કિરણ છે, જે ખેડૂતોને આ ગંભીર આર્થિક સંકટમાંથી બહાર આવવામાં મદદ કરી શકે છે.

 

દૈનિક પલના તમામ સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

 

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )