
Cyber Fraud ₹૧.૧૦ કરોડના સોનાના વેપારના કૌભાંડની ધરપકડ
ભાવનગર Cyber Fraud: ₹૧.૧૦ કરોડના સોનાના વેપારનું કૌભાંડ, ત્રણની ધરપકડ
ભાવનગર Cyber Fraud: પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, શ્રી ગૌતમ પરમાર સાહેબના આદેશ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી SC-ST સેલ તથા નોડલ અધિકારીશ્રી સાયબર ક્રાઇમ ભાવનગર વિભાગ, શ્રી રીમા ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ,
ભાવનગર સાયબર ક્રાઇમ પો.સ્ટે. ખાતે નોંધાયેલા મહત્ત્વના ગુન્હામાં પોલીસ ટીમે સફળતા મેળવી છે.
સાયબર ક્રાઇમ પો.સ્ટે. ભાવનગર વિભાગ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૬૯૨૫૦૦૦૧/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૨), ૩૧૯(૨), ૩૧૮(૪), ૫૪ તથા આઇ.ટી.એક્ટ કલમ ૬૬(ડી) મુજબ રૂપિયા એક કરોડ દશ લાખ પચ્ચાસ હજાર (₹૧,૧૦,૫૦,૦૦૦) ના સાયબર ફ્રોડનો ગુન્હો ૨૦/૦૧/૨૦૨૫ના રોજ નોંધાયો હતો.
ફરિયાદી યોગેન્દ્રસિંહ અરવિંદસિંહ ગોહીલને આરોપીઓએ https://www.gsgfxau.vip નામની વેબસાઇટ દ્વારા ગોલ્ડમાં ઓનલાઈન ટ્રેડિંગ કરી દૈનિક ૦.૬ થી ૧ યુએસડીટી પ્રોફિટની લાલચ આપી રોકાણ કરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. આ રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં મેળવી લેવાઈ હતી.
આ ગુન્હામાં અગાઉ એક આરોપી (કુલદિપસિંહ પુવાર)ની ધરપકડ કરવામાં આવી હતી, અને હવે વધુ ત્રણ આરોપીઓની તા. ૦૩/૧૧/૨૦૨૫ ના કલાક ૧૪:૦૦ વાગ્યે આણંદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે: ૧. જાબીરહુસૈન જાકિરહુસૈન મલેક (ઉ.વ. ૨૫, આણંદ) ૨. સમીરમીયા ઉર્ફે અરમાન સીદીકમીયા મલેક (ઉ.વ. ૨૮, આણંદ) ૩. અફજલ યાસીનભાઇ વ્હોરા (ઉ.વ. ૩૧, આણંદ)
નામદાર કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓને ૨ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ગુન્હાની વધુ તપાસ પો.ઇન્સ. શ્રી એન.એમ.તલાટી ચલાવી રહ્યા છે.
