રાજકોટ જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્ય તેજી પર

રાજકોટ જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્ય તેજી પર

રાજકોટ જિલ્લામાં 90% મતદાર ફોર્મ વિતરણ પૂર્ણ, 20 હેલ્પ સેન્ટર કાર્યરત

રાજકોટ જિલ્લામાં: રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ (SIR)ની કામગીરી ચાલુ છે. આ અંતર્ગત બુથ લેવલ ઓફિસરો (BLO) દ્વારા ઘર-ઘર જઈ મતદાર ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં લગભગ 90 ટકા મતદાર ફોર્મ વિતરણનું કામ પૂર્ણ થઈ ગયું છે. જોકે જિલ્લાની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી રાજકોટ જિલ્લાને રેડ ઝોનમાં ગણાવવામાં આવ્યો છે.

કાર્યમાં વેગ આવે તે માટે જિલ્લા કલેક્ટરતંત્ર દ્વારા વિધાનસભા વિસ્તાર મુજબ કુલ 20 ફેસિલિટી સેન્ટરો (હેલ્પ સેન્ટરો) શરૂ કરવામાં આવ્યા છે. અહીં મતદારયાદી સુધારણા બાબતે તજજ્ઞ કર્મચારીઓ દ્વારા માર્ગદર્શન અને જરૂરી માહિતી પૂરી પાડવામાં આવશે.

મતદારયાદી સુધારણાની કામગીરી માટે મોટાભાગના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોની ફરજ લેવામાં આવી રહી છે. આ કામગીરી વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર કરે છે એવી ફરિયાદો પણ શિક્ષક વર્ગમાંથી ઉઠી રહી છે.

કલેક્ટરતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર આગામી તબક્કામાં મતદારયાદી ચકાસણી, સુધારણા અને નવા મતદારોના નોંધણી માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )