રાજકોટ એરપોર્ટ: ફ્રી વાઈ-ફાઈ અને સ્ટારબક્સ ની ભેટ

રાજકોટ એરપોર્ટ: ફ્રી વાઈ-ફાઈ અને સ્ટારબક્સ ની ભેટ

હિરાસર એરપોર્ટ અપડેટ: ૪ કલાક ફ્રી વાઈ-ફાઈ અને સ્ટારબક્સ

રાજકોટના હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુવિધાઓના અભાવે મુસાફરોમાં ઉઠેલા કકળાટ અને ફરિયાદો બાદ હવે એરપોર્ટ ઓથોરિટી એક્શન મોડમાં આવી છે. તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે તાત્કાલિક અસરથી અનેક મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં મૂકવામાં આવ્યા છે. સૌથી મોટી રાહત ડિજિટલ કનેક્ટિવિટીમાં આપવામાં આવી છે. હવે મુસાફરોને એરપોર્ટ પર માત્ર ૪૫ મિનિટ નહીં, પરંતુ પૂરા ૪ કલાક સુધી ફ્રી હાઈ-સ્પીડ વાઈ-ફાઈનો લાભ મળશે. મુસાફરોને લોગીનમાં પડતી મુશ્કેલી દૂર કરવા બીએસએનએલ દ્વારા આવતીકાલથી જ સરળ લોગીન સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે.

ખાણીપીણીના શોખીનો માટે પણ સારા સમાચાર છે. એરપોર્ટનું ફૂડ કોર્ટ હવે ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું બનવા જઈ રહ્યું છે. આગામી સપ્તાહે ‘નેસકેફે’ અને ૧૦ ડિસેમ્બર સુધીમાં વિશ્વવિખ્યાત ‘સ્ટારબક્સ’ (Starbucks) તેના દરવાજા ખોલશે. મુસાફરોનો અનુભવ સુધારવા માટે હવે રોજ ૩૦ મુસાફરોનો સીધો ફીડબેક લેવાની પ્રથા પણ શરૂ કરાઈ છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઓપરેશન માટે ઈમિગ્રેશન, કસ્ટમ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રનવે નેવિગેશનનું કામ આખરી તબક્કામાં છે.

જોકે, ટર્મિનલ બિલ્ડિંગમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા હજુ પણ માથાનો દુખાવો બની છે. એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોહરાના જણાવ્યા મુજબ, અગાઉના ટેન્ડરમાં કોઈ કંપનીએ રસ ન દાખવતા હવે ઇન-બિલ્ડિંગ નેટવર્ક સોલ્યુશન માટે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. આ ઉપરાંત પાર્કિંગ અને ટેક્સી સિસ્ટમને પણ ડિજિટલ બનાવવામાં આવી રહી છે. ટૂંક સમયમાં રાજકોટનું આ એરપોર્ટ સુવિધાઓની દ્રષ્ટિએ ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું બની રહેશે તેવી આશા જાગી છે.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )