
સાવરકુંડલામાં 5000+ ધાબળા વિતરણ: પિન્ટુભાઈ મલેક
સાવરકુંડલા માં 5000+ ધાબળા વિતરણ: સબકા માલિક એક ટ્રસ્ટ
સાવરકુંડલા અમરેલી (સમીર ખોખર): અમરેલી જિલ્લાના સાવરકુંડલાની પવિત્ર ભૂમિ પર સબકા માલિક એક માનવસેવા ટ્રસ્ટ દ્વારા એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવતાના ભેખધારી અને ગરીબોના બેલી તરીકે જાણીતા ટ્રસ્ટના પ્રમુખ પિન્ટુભાઈ મલેક દ્વારા ઠંડીની શરૂઆત થતાં જ અતિ ગરીબ અને જરૂરિયાતમંદ અઢારે વરણના લોકો માટે 5000થી વધુ ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ, તમામ આમંત્રિત મહેમાનો અને જરૂરિયાતમંદો માટે સુંદર બટુક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં સૌએ સાથે બેસીને ભોજન ગ્રહણ કર્યું હતું.
આ ઐતિહાસિક આયોજનમાં તમામ ધર્મોની એકતાના દર્શન થયા હતા. જેમાં સાધુ-સંત મહંત, સૈયદ સાદાત, ફકીર સમાજ સહિતના ધર્મગુરુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક આગેવાનોની સાથે સાથે રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. જેમાં માનવ મંદિર આશ્રમના પૂ. ભક્તિરામ બાપુ અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા વિશેષરૂપે હાજર રહ્યા હતા.
પૂ. ભક્તિરામ બાપુ અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સહિતના તમામ મહાનુભાવોએ ટ્રસ્ટના પ્રમુખ પિન્ટુભાઈ મલેક, ઈરફાનભાઈ ગોરી અને તેમની સમગ્ર ટીમને આ માનવતાભર્યા કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા અને તેમની ખુશી વ્યક્ત કરી હતી. સમીર ખોખર દ્વારા જણાવાયું હતું કે, સબકા માલિક એક માનવસેવા ટ્રસ્ટ દ્વારા આ પ્રકારના ઐતિહાસિક કાર્યક્રમો હર હંમેશ થતા રહે છે, જેને સમગ્ર દેશવાસીઓ ઉમળકાભેર આવકારી રહ્યા છે. ટ્રસ્ટનું આ સેવાકાર્ય સમાજ માટે પ્રેરણારૂપ છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
