
ધાનપુર ભાજપ : બચુભાઈ ખાબડની હાજરીમાં ધાનપુર ભાજપ સ્નેહમિલન
ધાનપુર ભાજપ: ભોરવા જિલ્લા સીટનું ભાજપ સ્નેહમિલન; બચુભાઈના પ્રહાર
દાહોદ ધાનપુર ભાજપ. ધાનપુર તાલુકાના અગાસવાવાણી ગામે આજે ભોરવા જિલ્લા પંચાયત સીટનું ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય અને ઉત્સાહભેર સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
પંચાયત સ્તરના કાર્યકરોમાં ઉત્સાહ વધારવા અને સંગઠનને મજબૂત કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, પંચાયત અને કૃષિ વિભાગના પૂર્વ મંત્રી, અને 134 દેવગઢ બારીયા વિધાનસભાના ધારાસભ્યશ્રી બચુભાઈ ખાબડ સાહેબે શોભાવ્યું હતું.
ધારાસભ્ય બચુભાઈ ખાબડે કાર્યકરોને સંબોધિત કરતી વખતે વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પર શાબ્દિક ચાબખા મારતા પક્ષના કાર્યકરોને આગામી ચૂંટણીઓ માટે સજ્જ થવા આહ્વાન કર્યું હતું.
આ સ્નેહમિલન સમારોહમાં ધાનપુર તાલુકાના પ્રમુખ અભેસિંગ મોહનિયા, ભારતીય જનતા પાર્ટી યુવા પ્રમુખ રાકેશભાઈ ખાબડ સહિત જીલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચશ્રીઓ, બુથ પ્રમુખશ્રીઓ, બુથ મંત્રીશ્રીઓ, બી.એલ.એ. 2, બુથ સ્તરના તમામ હોદ્દેદારો અને વરિષ્ઠ આગેવાનો સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંગઠનાત્મક માળખાના દરેક સ્તરના હોદ્દેદારોની ઉપસ્થિતિ નોંધનીય રહી હતી.
તસ્વીર અહેવાલ: ધર્મેન્દ્ર બારીઆ, દાહોદ
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
