વડોદરા ગોત્રી હોસ્પિટલ: ગટરમાં નવજાત શિશુનો મૃતદેહ

વડોદરા ગોત્રી હોસ્પિટલ: ગટરમાં નવજાત શિશુનો મૃતદેહ

વડોદરા ગોત્રી હોસ્પિટલ: નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું

વડોદરા ગોત્રી: વડોદરા શહેરમાં માનવતાને શર્મસાર કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વડોદરાની ગોત્રી હોસ્પિટલના પરિસરમાં આવેલા ગટરના ચેમ્બર પાસેથી તાજુ જન્મેલ નવજાત બાળક મૃત હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ગોત્રી હોસ્પિટલની ટીમ અને ગોરવા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

સફાઈકર્મીએ જોતા સમગ્ર મામલો સામે આવ્યો: ગોત્રી હોસ્પિટલ પરિસરમાં સફાઈ કામ કરી રહેલા એક સફાઈકર્મીની નજર ગટરના ચેમ્બર પાસેથી પડેલા તાજા જન્મેલા નવજાત શિશુ પર પડતાં તે ચોંકી ઉઠ્યો હતો. તેણે તુરંત જ હોસ્પિટલના સ્ટાફ અને પોલીસને આ અંગે જાણ કરી. બનાવની ગંભીરતા જોતા ગોરવા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ નવજાત બાળક ક્યાંથી આવ્યું તે દિશામાં પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.

પોલીસે CCTV ફૂટેજ આધારે તપાસ શરૂ કરી: હોસ્પિટલ પરિસરમાં બનેલી આ ઘટનાને પગલે હોસ્પિટલનું તંત્ર પણ દોડતું થયું હતું. ગોરવા પોલીસે નવજાત શિશુનો મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે કોલ્ડરૂમમાં ખસેડ્યો છે. પોલીસે હાલમાં આ શિશુને હોસ્પિટલ પરિસરમાં કોણ મૂકી ગયું તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની ટીમ હોસ્પિટલમાં લગાવેલા તમામ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી રહી છે, જેથી કરીને ગુનેગાર સુધી પહોંચી શકાય.

આ અંગે ગોત્રી હોસ્પિટલના ડોક્ટર અનુપમ ચંદાણીએ જણાવ્યું હતું કે, સફાઈકર્મી દ્વારા આ તાજુ જન્મેલ બાળક ગટરની ચેમ્બર પાસેથી જોવા મળ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને કરાઈ છે અને પોલીસ તપાસ બાદ જ ખબર પડશે કે આ નવજાતને કોણ મૂકીને ગયું હતું. પોલીસ હોસ્પિટલ સ્ટાફની સંડોવણીની શક્યતા સહિત દરેક પાસાઓની તપાસ કરી રહી છે.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )